RBI એ આ સહકારી બેંકનું કર્યું લાઇસન્સ રદ! તમારું ખાતું તો આમાં નથી ને

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હવે એક કો ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કર્યું છે. જે બાદ તેના ખાતા ધારકોને કુલ થાપણો ના વધુમાં વધુ 5 લાખ અથવા ખાતામાં રહેલ  થાપણ બે માંથી જે ઓછું હશે તે જ ચુકવવામાં આવશે. 


RBI એ આ કોઓપરેટિવ બેંકનું કર્યું લાઇસન્સ રદ! તમારું ખાતું તો આમ નથી ને

કુલ ખાતાધારકો માંથી આશરે 99% લોકો ને તેના પૈસા વીમાકૃત રકમ ના આધારે મેળવવા માટે હકદાર છે.

કઈ બેંક નું લાયસન્સ કર્યું રદ ?

ભારતીય રિઝર્વ બેંકે મંગળવારે નાસિક ડિસ્ટ્રિક્ટ ગિરણા કો-ઓપરેટિવ બેંક લિમિટેડનું બેંકિંગ લાઇસન્સ રદ કર્યું છે. 

Breaking news : વધુ એક બેંકનું લાયસન્સ રદ! સુરતમાં પણ છે બેંકની શાખા

શું કામ બેંક લાયસન્સ રદ કરવું પડ્યું ?

બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીની ક્ષમતા નથી. ભારતીય રિઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે લાયસન્સ રદ થવાના પરિણામે, બેંકને તાત્કાલિક અસરથી 'બેન્કિંગ' વ્યવસાય કરવા પર પ્રતિબંધ છે, જેમાં થાપણો સ્વીકારવી અને થાપણોની ચુકવણીનો સમાવેશ થાય છે.

RBI એ તેના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે સહકારી વિભાગના કમિશનર અને રજિસ્ટ્રાર, મહારાષ્ટ્રને પણ બેંકને બંધ કરવા અને બેંક માટે લિક્વિડેટરની નિમણૂક કરવાનો આદેશ આપવા વિનંતી કરવામાં આવી છે.

લિક્વિડેશન પર, દરેક થાપણદાર ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) પાસેથી તેની થાપણોમાંથી રૂ. પાંચ લાખ સુધીની ડિપોઝિટ વીમા દાવાની રકમ મેળવવા માટે હકદાર હશે.

Bank Official Website : Not Found

અત્યાર સુધીમાં કેટલા લોકો ને નાણાંની ચુકવણી ?

રિઝર્વ બેંકે કહ્યું, "Bank ના Data મુજબ, 99.92% થાપણદારો DICGC પાસેથી તેમની થાપણોની સંપૂર્ણ રકમ મેળવવા માટે હકદાર છે."

DICGC એ બેંકના સંબંધિત થાપણદારો પાસેથી પ્રાપ્ત ઇચ્છાના આધારે કુલ Insured Deposits માંથી રૂ. 16.27 કરોડ ચૂકવી દીધા છે.

RBI કહ્યું કે cooperative bank પાસે પર્યાપ્ત મૂડી અને કમાણીની સંભાવના નથી અને તે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની જોગવાઈઓનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે.


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ