શ્રી વાજપાઈ બેંકેબલ યોજના 2022

વાજપાઈ બેંકેબલ યોજના કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેક્ટર બેંકો, ખાનગી બેંકો મારફતે નાણાંકીય લોન/સહાય આપવાની યોજના

શ્રી વાજપાઈ બેંકેબલ યોજના 2021

શ્રી વાજપાઈ બેંકેબલ યોજના હેતુ

આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકશે.

બેંકેબલ યોજનાની પાત્રતા:

ઉંમરઃ ૧૮ થી ૬૫ વર્ષ

બેંકેબલ યોજના શૈક્ષણિક લાયકાત :

ઓછામાં ઓછું ધોરણ-૪ (ચાર) પાસ અથવા

યોજના તાલીમ/અનુભવઃ

વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક માસની તાલીમ લીધેલી હોવી જરૂરી છે અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઇએ અથવા વારસાગત કારીગર હોવા જોઇએ.

આવક મર્યાદા નથી.

બેંક મારફત લોન ધિરાણની મહત્તમ મર્યાદા:

(1) ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.

(2)સેવા ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.

(3) વેપાર ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.

ધિરાણની રકમ ઉપર સહાયના દર:

આ યોજના હેઠળ ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્ર માટે સહાયના દર નીચે મુજબ રહેશે.

વિસ્તાર GEN અનુસૂચિત જાતિ/અનુસૂચિત જન જાતિ/ માજી સૈનિક/મહિલા/૪૦% કે તેથી વધુ અંધ કે અપંગ
ગ્રામ્ય 25% 40%
શહેરી 20% 30%



(૫)સહાયની મહત્તમ મર્યાદા:
ક્રમ ક્ષેત્ર સહાયની રકમની મર્યાદા (રકમ રૂપિયામાં)
1 ઉદ્યોગ ₹ 1,25,000
2 સેવા ₹ 1,00,000
3 વેપાર
GEN
શહેરી ₹ 60,000
ગ્રામ્ય ₹ 75,000
REV.
શહેરી/ ગ્રામ્ય ₹ 80,000
નોંધ: અંધ કે અપંગ લાભાર્થીના કિસ્સામાં કોઇ પણ ક્ષેત્ર માટે મહત્તમ સહાય ₹ 125000/- રહેશે.

વધુ માહિતી માટે આપની નજીકના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવો.

  • શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના માટેનું અરજી ફોર્મ
  • શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના માટેની માર્ગદર્શક પ્રોજેકટ પ્રોફાઇલ્સ
  • શ્રી વાજપાઇ બેન્કેબલ યોજનાનો ઠરાવ – તા:14-08-2015
  • શ્રી વાજપાઇ બેન્કેબલ યોજનાનો ઠરાવ – તા:11-11-2016

સબસિડી ફોર્મ :- Click here




Gujju Samachar

Daily Breaking News


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ