Type Here to Get Search Results !

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024: ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના

સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ ની સ્કોલરશીપ આપવા માટે અનેક સરકારી યોજનાઓ ચલાવવામા આવે છે. જેમા ધોરણ 5 ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે Common Entrance Test 2024 કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 નુ જાહેરનામુ બહાર પાડ્યું છે. ધોરણ 5 ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ પરીક્ષા લીધા બાદ જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કુલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કુલ, મોડેલ સ્કુલ અને રક્ષાશક્તિ સ્કુલ મા પ્રવેશ આપવામા આવે છે. જેમા ધોરણ 6 થી 12 સુધીનુ શિક્ષણ સંપૂર્ણ પણે ફ્રી મળે છે.

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024: ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના



ગુજરાત શિક્ષણ બોર્ડ એ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી રહી છે. રસ ધરાવતા ઉમેદવારો કે જેઓ Common Entrance Test (CET) 2024 પરીક્ષા માટે અરજી કરવા માગે છે તેઓ અધિકૃત વેબસાઇટ પર જઈને ઑનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ ફેબ્રુઆરી 09, 2024 છે.

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024

યોજનાનુ નામકોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 (CET 2024)
ફોર્મ ભરવાની તારીખ29-1-2024 થી 9-2-2024
પરીક્ષા ફીનિ:શુલ્ક
પરીક્ષા તારીખ30-3-2024
સત્તાવાર વેબસાઇટwww.sebexam.org

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 કઈ યોજનાઓમાં લાભ મળશે

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 અન્વયે પરીક્ષા બાદ મેરીટ મા આવનાર વિદ્યાર્થીઓ માટે નીચે મુજબની યોજનાઓનો લાભ મળવાપાત્ર છે.
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના
જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કુલ
જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કુલ
મોડેલ સ્કુલ
રક્ષાશક્તિ સ્કુલ

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 યોગ્યતા

સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામા ધોરણ 1 થી 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ આ તમામ યોજનાઓ માટે પરીક્ષા આપવા યોગ્યતા ધરાવે છે.
જયારે ખાનગી શાળામા ધોરણ 1 થી 5 નો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માત્ર રક્ષાશક્તિ સ્કુલ અને મોડેલ સ્કુલ માટે જ પરીક્ષા આપવા યોગ્યતા ધરાવે છે.

Common Entrance Test 2024

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 કસોટીનુ માળખુ

બહુવિકલ્પ પ્રકારની કસોટી લેવામા આવે છે.
કુલ 120 ગુણ નુ પ્રશ્નપત્ર હોય છે જેના માટે 150 મીનીટનો સમય આપવામાં આવે છે.
કસોટીનુ માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી ભાષા મા હોય છે.
ધોરણ 5 ના અભ્યાસક્રમ આધારીત પેપર આવે છે જેમા વિવિધ વિષયોનો ગુણભાર નીચે મુજબ હોય છે.
ક્રમવિષયપ્રશ્નોગુણભાર
1તાર્કીક ક્ષમતા3030
2ગણિત સજ્જતા3030
3પર્યાવરણ2020
4ગુજરાતી2020
5અંગ્રેજી-હિન્દી2020
કુલ120120

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 પરીક્ષા કેન્દ્ર

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 આપવા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ તાલુકા કક્ષાએ પરીક્ષા કેન્દ્ર ફાળવવામા આવે છે.

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 પરીણામ અને મેરીટ લીસ્ટ

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 આપ્યા બાદ તેનુ પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર જાહેર કરવામા આવે છે. કટ ઓફ મેરીટ મા સમાવિષ્ટ વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન, બેંક ડીટેઇલ અપલોડ કરવાની કામગીરી અને શાળા પસંદગી જેવી પ્રક્રિયા માથી પસાર થવાનુ હોય છે.

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 ઓનલાઇન ફોર્મ

આ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ જ ભરવામાં રહેશે.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સંબંધી તમામ માહિતી માટે રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ www.sebexam.org ચેક કરતા રહેવુ.
સરકારી અને અનુદાનિત શાળાના વિદ્યાર્થીઓ ના ફોર્મ ઓનલાઇન ભરવા માટે https://schoolattendancegujarat.in/ વેબસાઇટ પરથી ફોર્મ ઓનલાઇન ભરવાના રહેશે.
ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ફોર્મ https://www.sebexam.org/ વેબસાઇટ પરથી ભરવાના રહેશે.
પરીક્ષાની હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર મેસેજ થી જાણ કરવામા આવશે ઉપરાંત ઓફીસીયલ વેબસાઇટ પણ ચેક કરતા રહેવુ.

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 મહત્વની લિંક

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 સત્તાવાર નોટિફિકેશન: Click Here
સત્તાવાર વેબસાઈટ: Click Here

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 માં અરજી કરતા પહેલા નોટિફિકેશન અને સત્તાવાર વેબસાઈટની મુલાકાત જરૂર લેવી.

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!