Type Here to Get Search Results !

આધાર કાર્ડ પર અન્ય લોકો તો નથી વાપરતા ને સિમ કાર્ડ ? આવી રીતે ચકાસો

જ્યારે પણ તમે માર્કેટમાં સિમ કાર્ડ ખરીદવા માટે જાવ છો, ત્યારે તમારે તેને ખરીદવા માટે એક આઈડી પ્રુફ આપવું પડશે. ત્યારે આવા સમયે તમારે આધાર કાર્ડ જમા કરાવવાનું રહેશે. સિમ કાર્ડ લેવા માટે કેવાઈસી કરાવવું પણ જરૂરી છે. ત્યાર બાદ જ ટેલીકોમ કંપની આપણા સિમ કાર્ડને એક્ટિવ કરી શકશે. તેથી સિમ કાર્ડ ખરીદવા માટે આધાર કાર્ડ હોવું અત્યતં જરૂરી છે. છેલ્લા કેટલાક સમયથી એવા કિસ્સા સામે આવે છે, જ્યાં કોઈ વ્યક્તિના નામ પર કેટલાય સિમ કાર્ડ એક્ટિવ હોય છે, જેની જાણકારી મૂળ માલિકને પણ હોતી નથી.

Aadhar card to check sim card number

Aadhaar Number Sim Card: એક વ્યક્તિએ ધીરે ધીરે એટલી મોટી છેતરપિંડી કરી કે જ્યારે સરકારી અધિકારીઓને તેની જાણ થઈ તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તમિલનાડુના વિજયવાડાના એક વ્યક્તિએ એક આધાર કાર્ડમાંથી 656 સિમ લઇ રાખ્યા હતા. એક મીડિયા રિપોર્ટ અનુસાર, તમિલનાડુની સાયબર ક્રાઈમ વિંગે છેતરપિંડીના કારણે 25 હજારથી વધુ સિમ કાર્ડ બ્લોક કરી દીધા છે. ભારત સરકાર સામાન્ય લોકોને જાગૃત કરવા માટે સમયાંતરે તેના વિશે માહિતી પણ આપતી રહે છે. ઘણી વખત વ્યક્તિને ખબર પણ હોતી નથી કે તેનું આધાર કાર્ડ કૌભાંડનો શિકાર બની ગયું છે. જો તમે પણ આનાથી પરેશાન છો તો આ સમાચાર બિલકુલ તમારા માટે છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે કેવી રીતે જાણી શકશો કે તમારા આધાર કાર્ડ સાથે કેટલા નંબર લિન્ક થયા છે તે સરળ સ્ટેપમાં છે.

આ સિમ કાર્ડ દ્વારા ગેરકાયદેસર પ્રવૃતિઓ પણ થતી હોય છે. તેથી સમય સમયે આપે એ વાતની જાણકારી રાખવી જોઈએ કે, આપના આધાર કાર્ડ પર કુલ કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે. જો આપ આ વાત જાણવા માગો છો તો, અમે આપને અહીં ચેક કરવાની રીત જણાવવા જઈ રહ્યા છે, જેનાથી આપ જાણી શકશો કે આપના આધાર કાર્ડ પર કેટલા સિમ કાર્ડ એકટીવ છે.

એક આધાર કાર્ડ પર કેટલા સિમ કાર્ડ લઈ શકાય

સરકારે ટેલીકોમ વિભાગ દ્વારા બનાવામાં આવેલા નિયમો અનુસાર એક આધાર કાર્ડ પર કુલ 9 સિમ કાર્ડ લઈ શકાય છે. પણ આ તમામ સિમ કાર્ડ ફક્ત એક ઓપરેટર યુઝ કરી શકે નહીં, એક સમયે આપ વધુમાં વધુ 6 સિમ કાર્ડ યુઝ કરી શકો છો. જો આપને એ નથી ખબર કે કુલ કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે તો અહીં આપને અમુક સરળ ટિપ્સ ફોલો કરીને જાણી શકશો.

ટેલીકોમ પોર્ટલ પર ચેક કરો

આપ ટેલીકોમ વિભાગના પોર્ટલ પર જઈને તે સરળતાથી ચેક કરી શકશો, આપના આધાર કાર્ડ પર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છએ. તેની સાથે જ જો આપના લિસ્ટમાં નકલી સિમ છે, તો તેને બ્લોક પણ કરાવી શકશો. તેની સાથે જ સિમ યુઝમાં નથી તો આપ તેને આધાર કાર્ડમાંથી હટાવી પણ શકશો. તેના માટે જે પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે તેનું નામ છે Telecom Analytics For Fraud Management and Consumer Protection (TAFCO).

આવી રીતે ચેક કરી શકશો

- તેના માટે આપે સૌથી પહેલા વેબસાઈટ https://www.tafcop.dgtelecom.gov.in/ પર ક્લિક કરવાનું રહેશે.
- અહીં આપનો મોબાઈલ નંબર નોંધો, પછી આપના મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તે નાખો.
- ઓટીપી ફિલ કર્યા બાદ આપની સામે આધાર કાર્ડ સાથે લિંક્ડ સિમનું લિસ્ટ આવી જશે.
- અહીં કોઈ બિનજરૂરી નંબર દેખાય તો તેને આપ બ્લોક પણ કરી શકશો.
Tags

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!