લોકસભાની સુરક્ષામાં મોટી ચૂક ! વ્યક્તિ અંદર ફ્લોરોસન્ટ ગેસનો છંટકાવ જુઓ વિડિઓ

 ખાસ વાત એ છે કે આજે સંસદ પર આતંકી હુમલાની 22મી વરસી છે. આવી સ્થિતિમાં એક અજાણ્યા વ્યક્તિની લોકસભામાં ઘૂસીને ટેબલ પર કૂદકા મારવાની તસવીરો સામે આવ્યા બાદ સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

લોકસભાની સુરક્ષામાં મોટી ચૂક ! વ્યક્તિ અંદર ફ્લોરોસન્ટ ગેસનો છંટકાવ જુઓ વિડિઓ


શું છે સમગ્ર મામલો 

સંસદ પર હુમલાની વરસી પર સંસદની સુરક્ષામાં ભારે ચૂક જોવા મળી છે. લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાંથી બે લોકો ગૃહમાં કૂદી પડ્યા અને પીળો ગેસ છોડ્યો. સંસદ ભવન બહાર પણ બે લોકોએ ધુમાડો છોડ્યો અને સૂત્રોચ્ચાર કર્યા. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. બંને ઝડપાયા છે અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સંસદની બહાર આ ઘટનાને અંજામ આપનાર એક મહિલા અને એક યુવકને પણ દિલ્હી પોલીસે કસ્ટડીમાં લઈ સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.

લોકસભાની સુરક્ષામાં મોટી ચૂક

આ ઘટના બાદ આ વ્યક્તિએ લોકસભા ગૃહની અંદર ફ્લોરોસન્ટ ગેસનો છંટકાવ પણ કર્યો હતો. તમને જણાવી દઈએ કે બે અલગ-અલગ ગ્રુપ છે. એકે સંસદની અંદર અને બીજાએ બહાર ઘટનાને અંજામ આપ્યો હતો. દિલ્હી પોલીસે બહારના લોકોને પકડ્યા છે જ્યારે અંદરના વ્યક્તિને સંસદના MP અને સુરક્ષા કર્મીઓ દ્વારા પકડવામાં આવ્યો છે.

લોકસભામાં ચાલુ કાર્યવાહી માં ઘટના

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ હાથમાં કંઈક લઈને લોકસભાની અંદર ટેબલ પર કૂદતો જોવા મળે છે. ખાસ વાત એ છે કે આજે સંસદ પર આતંકી હુમલાની 22મી વરસી છે. આવી સ્થિતિમાં એક અજાણ્યા વ્યક્તિની લોકસભામાં ઘૂસીને ટેબલ પર કૂદકા મારવાની તસવીરો સામે આવ્યા બાદ સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે ત્યાં હાજર સાંસદો પણ લોકસભામાં ઘૂસેલા આ વ્યક્તિને પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે.



કોણ છે અંદર પકડાયેલ યુવક ?


સંસદની અંદર પકડાયેલા યુવકે પોતાનું નામ સાગર શર્મા જણાવ્યું છે. તે મૈસૂરના ભાજપના સાંસદની ગેસ્ટ લિસ્ટમાં હતો. દિલ્હી પોલીસ અનુસાર, આ કેટલા લોકો હતા તેની ખબર પડી નથી. સંસદ ભવનની સિક્યુરિટી અત્યારે આ ઘટનાની તપાસ કરી રહી છે.

સંસદની બહાર શું ઘટના બની ?

સંસદની બહાર શું ઘટના બની ? સંસદ ની બહાર પણ 2 લોકો ની અટકાયત કરવામાં આવી છે જેમાં 1 મહિલા અને 1 પુરુષ છે એમના હાથમાં પણ ગેસ ના સ્પ્રે જેવું કૈક હતું જુઓ નીચે વિડિઓ માં સંસદની બહાર શું થયું.

એક 42 વર્ષની મહિલા છે. જે હિસારની છે અને તેનું નામ નિલમ કૌર સિંઘ છે. જ્યારે બીજો 25 વર્ષનો યુવક મહારાષ્ટ્રનો છે અને તેનું નામ અમોલ ધનરાજ શિંદે છે.

બહાર પકડાયેલ મહિલા શું બોલો રહી હતી ?

સ્પષ્ટ નથી સમજાયું પણ મણિપુર અને તાનાશાહી ને લગતા સ્લોગન બોલો રહી હતી


આજે શું ખાસ છે ?

આ સંસદ હુમલાની 22 વર્ષી છે. આજ ના દિવસે આ ઘટના થવી એ ખુબ ગંભીર બાબત

કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે શું કહ્યું ?

દરમિયાન, કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે અચાનક 20 વર્ષની આસપાસના બે યુવાનો પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહમાં કૂદી પડ્યા અને તેમના હાથમાં ટીન કેન હતા, જેમાંથી પીળો ધુમાડો નીકળી રહ્યો હતો. તેમાંથી એક સ્પીકરની ખુરશી તરફ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ધુમાડો ઝેરી હોઈ શકે છે. આ સંસદ હુમલાની વર્ષગાંઠ પર સુરક્ષાનું ગંભીર ઉલ્લંઘન છે."

અન્ય સાંસદે ખુલાસો કર્યો છે કે આ યુવક પોતાના જૂતામાં કશું લઈને આવ્યો હતો જેની મદદથી તેણે ધુમાડો કર્યો, દાવો કરવામાં આવી રહ્યો છે કે યુવક નારા લગાવી રહ્યો હતો કે 'તાનાશાહી નહીં ચલેગી'


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ