નાગરિકો દ્વારા તમામ નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર
દ્વારા ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવે છે. આકર્ષક ઓફર્સ આપવામાં આવે છે. કેન્દ્ર
સરકાર આ વખતે પણ આવું જ કરી રહી છે. આ વખતે GST બિલનો ટ્રેન્ડ વધારવા માટે સરકાર
'Mera Bill Mera Adhikar Yojana 2023 (મેરા બિલ મેરા અધિકાર સ્કીમ)' લાવી છે.
જેથી છૂટક અને જથ્થાબંધ વેપારીઓ જીએસટી બિલનો ઉપયોગ કરે. આ માટે સરકારે એક
કરોડનું આકર્ષક ઈનામ પણ જાહેર કર્યું છે.
કેન્દ્ર સરકાર રિટેલ અને જથ્થાબંધ વેપારીઓમાં જીએસટી બિલને પ્રોત્સાહન આપવા માટે
એક નવી યોજના લઈને આવી છે. સરકારની આ યોજનાનું નામ છે 'My Bill My Right Scheme
2023 (મેરા બિલ મેરા અધિકાર'). આ યોજનાની જાહેરાત કરતા કેન્દ્ર સરકારે કહ્યું કે
આ યોજના હેઠળ દર ત્રિમાસિકમાં એક કરોડ રૂપિયાના બે બમ્પર ઈનામ આપવામાં આવશે. આ
સિવાય લોકોને 10,000 અને 10 લાખ રૂપિયા સુધીના ઈનામો પણ આપવામાં આવશે. આ યોજના
'મેરા બિલ મેરા અધિકાર' 1લી સપ્ટેમ્બરથી પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી
રહી છે.
આ યોજના શા માટે શરૂ કરી
મેરા બિલ મેરા અધિકાર યોજના એટલે શરૂ કરવામાં આવી હતી જેથી કરીને આના દ્વારા
વેપારીઓને GST બિલ માટે વધુ પ્રોત્સાહિત કરવામાં આવે. જો વધુને વધુ જીએસટી બિલ
જનરેટ થશે તો આના દ્વારા કરચોરી અટકાવવામાં આવશે. આના દ્વારા સરકારની આવકમાં પણ
વધારો થશે.
સરકાર લોકોને ઈનામ આપશે
નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દર મહિને લોકોએ ગુડ્સ એન્ડ
સર્વિસ ટેક્સ (GST) બિલ અપલોડ કરવા પડશે. GST બિલ સબમિટ કરનારા 800 લોકોને 10,000
રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. આમાંથી 10 એવા નસીબદાર હશે જેમને 10 લાખ રૂપિયા
મળશે. તે જ સમયે, 2 લોકોને બમ્પર ઇનામમાં એક કરોડ રૂપિયા મળશે. આ તમામ પુરસ્કારો
માત્ર GST બિલ અપલોડ કરનાર વ્યક્તિને જ આપવામાં આવશે.
આ રાજ્યોના લોકો જ લાભ લઈ શકશે
મેરા બિલ મેરા અધિકાર યોજના ભારતના આસામ, ગુજરાત, હરિયાણા અને કેન્દ્રશાસિત
પ્રદેશ પુડુચેરી, દાદરા નગર હવેલી અને દમણ અને દીવ માટે જ શરૂ કરવામાં આવી છે.
બિલ કેવી રીતે અપલોડ કરવું
આ માટે તમે iOS અને Android પરથી 'મેરા બિલ મેરા અધિકાર' એપ ડાઉનલોડ કરો.
આ સિવાય તમે
web.merabill.gst.gov.in
પર પણ ઓનલાઇન અપલોડ કરી શકો છો.
અહીં મિનિમમ 200 રૂપિયાનું બિલ અપલોડ કરી શકાય છે.
નોંધ કરો કે વપરાશકર્તા એક મહિનામાં વધુમાં વધુ 25 બિલ અપલોડ કરી શકે છે.
Mera Bill Mera Adhikar - FAQs
Mera Bill Mera Adhikar Android App Download
Here
Mera Bill Mera Adhikar iOS App Download
Here
Mera Bill Mera Adhikar Online Portal
Here
આ પણ વાંચો: આંખ માટે કરો આ કામ આજીવન આંખની તકલીફ થશે નહિ
વિજેતાઓએ આ દસ્તાવેજો બતાવવાના રહેશે
'મેરા બિલ મેરા અધિકાર' સ્કીમનો લાભ લેવા માટે, બિલ પર આપેલ GSTIN ઇનવોઇસ નંબર,
બિલની રકમ, ટેક્સની રકમ અને તારીખ વગેરેનો ઉલ્લેખ કરવાનો રહેશે. વિજેતાએ તેનો PAN
નંબર, આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો 'મેરા બિલ મેરા અધિકાર' એપ પર અપલોડ કરવાની
રહેશે. આ માહિતી જીત્યાના 30 દિવસની અંદર આપવાની રહેશે.
Mera Bill Mera Adhikar - FAQs
તમામ ભારતીય રહેવાસીઓ પાત્ર છે, સિવાય કે સરકાર દ્વારા ખાસ બાકાત રાખવામાં આવેલ છે.
માત્ર B2C (Business to Consumer) Invoice સ્વીકાર્ય છે, જે અંતિમ વપરાશકર્તાને જારી કરવામાં આવે છે અથવા પ્રાપ્ત થાય છે.
B2C ઇન્વૉઇસ એ નોંધાયેલ GSTIN વાળા દુકાનદાર દ્વારા ગ્રાહક (unregistered GSTIN)ને જારી કરાયેલ document છે.
વિજેતાઓને SMS, મોબાઈલ એપ અને પોર્ટલ દ્વારા જાણ કરવામાં આવશે.