Gujju Samachar આંખ માટે કરો આ કામ આજીવન આંખની તકલીફ નહિ થશે | Gujju Samachar

બ્રેકીંગ ન્યૂઝ WhatsApp પર મેળવવા ગ્રુપ જોઈન કરો Join Now!


આંખ માટે કરો આ કામ આજીવન આંખની તકલીફ નહિ થશે



આંખ (Eye) આપણા જીવનનું અમૂલ્ય અંગ છે. તેનાથી ન માત્ર આપણે સુંદર વસ્તુઓને જોઈએ છે પરંતુ તે આપણી સુંદરતામાં પણ વધારો કરે છે.  જો કે હવે બદલાતી જીવનશૈલી લીધે નાની ઉંમરે ચશ્મા આવવાની સમસ્યા વધવા લાગી છે. પરંતુ તમે તમારા રોજિંદા જીવનમાં કેટલાક ફેરફાર કરીને આ સમસ્યાનું યોગ્ય સમાધાન મેળવી શકો છો. 


આંખ માટે કરો આ કામ આજીવન આંખની તકલીફ નહિ થશે



આંખો માટે ફૂડમાં કરો ફેરફાર / Change the food for the eyes

આંખોની હેલ્થ આપણા ખોરાક પર આધારિત હોય છે. જો તમને નંબરના ચશ્મા પહેરવા ના ગમતા હોય અને તમે એને દૂર કરવા માગતા હોવ તો કોઈ સર્જરીની જરૂર નથી. બસ ખોરાકમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. ડાયટમાં ઝીંક, ઓમેગા 3 ફેટી એસિડ, સેલેનિયમ અને વિટામિન થી ભરપૂર વસ્તુઓ લેવાનું શરૂ કરો. 

આંખોને ઓકે રાખશે ફળ / This fruit will keep the eyes healthy

વિટામિન  એ અને બીટા-કેરોટિન આપણને રોજિંદા ખોરાકમાંથી સરળતાથી મળી રહે છે. દૂધ, માખણ, બધા અનાજ, કોળુ, કેરી, કેળા, પપૈયા વગેરે ખાવા જોઈએ. આનાથી આંખોની હેલ્થ સારી રહે છે. આનાથી તેજ વધશે અને ચશ્મા પણ જલ્દી ઉતરી જશે. જો કે વચ્ચે વચ્ચે આંખોના નંબર તપાસી લેવા એ પણ એટલું જ જરૂરી છે.

ગાજર / Carrot 

વિટામિન  એ આંખો માટે સૌથી મહત્વપૂર્ણ ગણાય છે. ચરબીમાં રહેલા વિટામિન એની સૌથી વધુ જરૂર રેટીનાને હોય છે. આની ઊણપથી night blindness ની તકલીફ થઇ શકે છે ગાજરમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન હોય છે તેથી જ ડોક્ટર ગાજરનો જ્યુસ પીવાની સલાહ આપે છે. એક ગ્લાસ ગાજરનો જ્યુસ પીવાથી આંખોના ચશ્મા પણ ઉતરી શકે છે.

શક્કરીયા / Sweet potato

ગાજરની જેમ જ શક્કરીયામાં પણ બીટા કેરેટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. તેને બાફીને કે પછી ઓલિવ ઓઇલમાં તળીને ખાઈ શકાય છે. ઘણા લોકો દૂધ અને ખાંડ સાથે પણ શક્કરીયા મિક્સ કરીને ખાય છે. તેમાં રહેલાં ફાઇબર અને વિટામિન સી આંખોનું રક્ષણ કરવાની સાથે ક્ષતિગ્રસ્ત સેલ્સનું રીપેરીંગ પણ કરે છે.

આમળા / Amla

આમળા તો આંખો માટે વરદાન છે. વિટામિન  સી, ફોસ્ફરસ, પોટેશિયમ, આયરન અને વિટામિન બી કોમ્પલેક્ષ જેવા તત્વોથી ભરપૂર આમળાનું સેવન કરવાથી આંખોનું તેજ વર્ષોવર્ષ ટકેલું રહે છે. તમે કાચા આંબળા પણ ખાઈ શકો છો. આ ઉપરાંત સવારે ખાલી પેટે આમળાનો જ્યૂસ પીવાથી અથવા આમળાનો છુંદો ખાવાથી પણ આંખો સારી રહે છે . બે ચમચી આમળાના રસ ને અડધો કપ પાણી સાથે મિક્સ કરીને લાભ થાય છે. આ જ્યુસને મધમાં મિક્સ કરીને પણ પી શકાય છે.

મકાઈ / Corn

મકાઈમાંથી મળતું કેરોટીનોએડ વિટામિન એનો સારો સ્ત્રોત ગણાય છે. તેમાં આંખોને હેલ્ધી રાખવા માટેના gluten અને જે કેફીન પર્યાપ્ત પ્રમાણમાં હોય છે. 

બ્રોકોલી / Broccoli

બ્રોકલીમાં કેલ્શિયમ કાર્બોહાઈડ્રેટ, આયરન, વિટામિન એ, સી અને બીજા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. તેને બાફીને કે સલાડ તરીકે પણ ખાઈ શકાય છે.

વરીયાળી / Fennel

વરિયાળીમાં રહેલા પોષક તત્વો અને એન્ટી ઓક્સિડન્ટ આંખોને સ્વસ્થ રાખે છે. તે મોતિયાની અસર પણ ઘટાડી શકે છે. એક કપ બદામ, વરીયાળી અને સાકરનો પાવડર બનાવીને રાખી લો. રોજ રાત્રે સુતા પહેલા પાવડરને ગરમ દૂધમાં મિક્સ કરીને 40 દિવસ સુધી પીશો તો પણ તમને ઘણો ફરક વર્તાશે.

પાલક / Spinach

પાલકમાં મિનરલ, વિટામિન, ન્યુટ્રિશન્સ, વિટામિન એ, સી, બી કોમ્પ્લેક્સ, કેરોટીન, આયર્ન, આયોડિન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, ફોસ્ફરસ અને જરૂરી એમીનો એસિડ હોય છે. 1 કપ પાલકમાં આશરે 20.4 મિ.ગ્રા ગ્લુટન અને જેક્સેથીન હોય છે, તેથી જ આંખ માટે પાલક બહુ ઉપયોગી છે.

સીતાફળ /  Custard apple

નારંગી આંખ માટે ઉપયોગી છે એ તો બધા જાણે જ છે પરંતુ સીતાફળ પણ આંખોનું તેજ વધારે છે. તેમાં રહેલા વિટામિન સી અને  રિબોફ્લેવિન નંબરને વધતા અટકાવી શકે છે.

આંખની કાળજી માટે આટલું ખાવાનું કરો બંધ / Healthy Eye

  • જંક ફુડનું સેવન કરવાથી આપણી આંખોને નુકસાન થઇ શકે છે અને તે આપણી આંખો માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.
  • કોલ્ડ્રિંક્સમાં વિપુલ પ્રમાણમાં સુગર / ખાંડ હોઈ છે જે લાંબા ગાળે ડાયાબિટીઝના થઇ શકે જેથી જેના લીધે આંખો પણ જઈ શકે છે. તેથી તમારે તેનાથી અંતર બનાવીને જ રાખવું જોઈએ.
  • તળેલી ચીજવસ્તુઓ માં હાનિકારક તત્વ મળી આવે છે, વધુ પડતી તળેલી વસ્તુઓ ખાવાથી જે બ્લડ પ્રેશરમાં વધારો કરી શકે છે જે આંખોને નુકસાન માટે જવાબદાર સાબિત થઈ શકે છે.

આંખની પીડાના આયુર્વેદ ઉપચાર / Ayurvedic treatment of eye pain

  • ત્રિફળા ચૂર્ણ ૧૦૦ ગ્રામ તથા વરિયાળી ૧૦૦ ગ્રામ મેળવી સવાર-સાંજ ૧ ચમચી પાણી અથવા ઘી સાથે લેવાથી આંખોની દષ્ટિ વધે છે.
  • ક્યારેક આંખમાં દૂધ, કચરો, ચૂનો કે આકડાનું દૂધ પડે તેથી બળતરામાં આંખમાં દીવેલ આંજવાથી આરામ થાય છે.
  • આંખમાં ચૂનો કે એસિડ પડ્યો હોય તો આંખની અંદર અને બહાર ઘી ઘસવાથી રાહત થાય છે.
  • આંખ લાલ રહેતી હોય તો આંખમાં ઘી આંજવાથી રતાશ દૂર થાય છે.
  • હળદરના ૨-૪ ગાંઠિયા તુવેરની દાળ સાથે બાફી, તે હળદર છાંયડે સૂકવી દિવસમાં બે વાર સૂર્યાસ્તા પહેલાં પાણી સાથે ઘસીને આંખમાં આંજવાથી આંખનું ઝામર, ધોળા રંગનું ફૂલુ, રાતી રહેતી આંખ, આંખની ઝાંખપ વગેરે દર્દો મટે છે.
  • રોજ તાજું માખણ ખાવાથી આંખનું તેજ વધે છે. આંખોની રતાશ અને બળતરા મટે છે.
  • આંખની બળતરામાં આંખની અંદર અને બહાર માખણ લગાડવાથી બળતરા મટે છે.
  • ધાણા, વરિયાળી અને સાકર સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી રોજ જમ્યા  પછી પાણી સાથે લેવાથી આંખની બળતરા, આંખમાંથી પાણી પડવું, લાલ આંખ રહેવી, આંખે અંધારા આવવા જેવા દર્દો મટે છે.
  • હિંગને મધમાં મેળવી, રૂ ની દિવેટ બનાવી, તેને સળગાવી, કાજળ પાડી એ કાજળ આંખમાં આંજવાથી નેત્રસ્ત્રાંવ બંધ થઈ આંખોનું તેજ વધે છે.
  • ધોળા મરીને દહીંમાં અથવા મધમાં ઘસીને સવાર સાંજ આંજવાથી રતાંધળાપણું મટે છે.
  • મરીને પાણીમાં ઘસીને આંજણી ઉપર લેપ કરવાથી આંજણી જલદી પાકીને ફૂટી જાય છે.
  • બકરીના દૂધમાં લવિંગ ઘસીને આંખોમાં નાખવાથી રતાંધણાપણું મટે છે.
  • પાકાં ટામેટાંનો રસ સવાર-સાંજ પીવાથી આંધળાપણામાં ખૂબ ફાયદો થાય છે.
  • સાકર અને ઘી સાથે જીરાનું ચૂર્ણ ચાટવાથી રતાંધણાપણું મટે છે.
  • કાંદાના રસમાં થોડું મીઠું મેળવી તેનાં ટીપાં આંખમાં નાંખવાથી રતાંધણાપણું મટે છે.
  • આંખમાં ચીપડાં બાઝતાં હોય તો કાંદાના રસમાં ખડી સાકર ઘસીને રાત્રે ૨-૨ ટીપાં આંખમાં નાંખવાથી આરામ થાય છે.
  • સરગવાનાં પાનના રસમાં મધ મેળવી આંખમાં આંજવાથી આંખના દરેક પ્રકારના રોગ મટે છે. અને આંખનું તેજ વધે છે.
  • આંખમાં ઠંડા પાણીની છાલક રોજ સવાર-સાંજ મારવાથી આંખની ગરમી દૂર થાય છે અને આંખોનું તેજ વધે છે.
  • કોથમીરનો રસ કાઢી, ચોખ્ખાા કપડાથી ગાળી, તેનાં બબ્બેઆ ટીપાં આંખમાં નાખવાથી આંખો સારી થાય છે. ખીલ, ફુલું, છારી વગેરે મટે છે, ચશ્માંરના નંબર ઊતરે છે.
  • મધ અને સરગવાનાં પાનનો રસ આંખમાં નાખવાથી આંખના બધા રોગો મટે છે.
  • નાગરવેલનાં પાનનો રસ આંખમાં નાખવાથી દુઃખતી આંખો સારી થાય છે.
  • જીરાનું ચૂર્ણ રોજ ફાકવાથી આંખોની ગરમી ઓછી થાય છે.
  • ધાણાને પાણીમાં પલાળી રાખી, મસળી, ગાળી, તે પાણીથી આંખો ધોવાથી દુઃખતી આંખો સારી થાય છે.
  • શુદ્ધ મધ અને ખાખરાનો અર્ક સરખે ભાગે લઈ, બરાબર એકરસ કરી, બાટલીમાં ભરી રાખો. રોજ રાત્રે સૂતી વખતે બે-ત્રણ ટીપાં આંખમાં નાખવાથી ચશ્મારનાં નંબર ઘટે છે.
  • અધકચરા ત્રિફળા રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ગાળી, પાણી આંખમાં છાંટવાથી આંખોનું તેજ વધે છે.
  • સાકર પાણીમાં ઘસી તેનો ઘસારો સવાર-સાંજ આંખમાં આંજવાથી આંખોનું ફૂલુ મટે છે. આંખ સ્વખચ્છ  થાય છે અને આંખોનું તેજ વધે છે.
  • આંખ આવેલી હોય તો લીંબુનો રસ, મધ, ફટકડી લગાડવાથી ઘણી રાહત થાય છે.
  • સફેદ કાંદાનો રસ મધમાં મેળવીને આંખમાં નાખવાથી દુઃખતી આંખ સારી થાય છે અને આંખનું તેજ વધે છે.
  • હળદર, ફટકડી અને આમલીના પાન સરખા પ્રમાણમાં લઈ, તેને વાટી, પોટલી કરી, ગરમ કરીને આંખે શેક કરવાથી આંખોની રતાશ અને બળતરા મટે છે.
  • સાકર અને તેનાથી ત્રણ ગણા ધાણા લઈ, બન્નેાનું ચૂર્ણ કરી, પાણીમાં ઉકાળી, ઠંડુ થાય ત્યાેરે કપડાંથી ગાળી, ટલીમાં ભરી લેવું, એ પાણીનાં બબ્બેુ ટીપાં દરરોજ સવાર સાંજ આંખમાં નાખવાથી દુખતી આંખો સારી થાય છે.
  • તેલ વગરની તુવેરની દાળ, પાણી સાથે પથ્‍થર પર ઘસી આંખમાં આંજવાથી આંખનું ફૂલું અને જાળું મટે છે.
  • જાયફળ પાણીમાં ઘસીને તેનો ઘસારો પાપણ તથા આંખની આજુબાજુ ચોપડવાથી આંખની ચળ કે પાણી પડતું હોય તો મટે છે અને આંખનું તેજ વધે છે.
  • આંખમાં દાડમનો રસ નાખવાથી નંબર ઊતરે છે.
  • દરરોજ સવાર-સાંજ ગુલાબજળનાં ટીપાં આંખોમાં નાખવાથી આંખોની લાલાશ તરત દૂર થાય છે.
  • તંદુરસ્તા ગાયના તાજા છાણને કપડાંથી ગાળી તે રસમાં લીંડી પીપર ઘસીને રોજ રાત્રે અંજન કરવાથી રતાંધણાપણું મટે છે.
  • મોતીયો-ઝામર, વેલ કે આંખના દુઃખાવામાં પેશાબનું અંજન કરવાથી મટી જાય છે.

સ્ત્રોત: વિકાસપીડીયા 


🚨 : Warning : 🚨

અમારી પોસ્ટ/ફોટો/કન્ટેટ વાપરતા લોકો એ ક્રેડિટ (Backlink) આપવી જરૂરી છે. નક્કર મુશ્કેલીમાં મુકાઈ શકો છો. અમે આશા રાખીયે છીએ અમારી મેહનત ને તમે Credit જરૂર આપશો.

Note :
(નોંધ – આ લેખમાં દર્શાવવામાં આવેલી માહિતી સામાન્ય વિગતોને આધારે છે. કોઈપણ વસ્તુ અપનાવતા પહેલા નિષ્ણાતોની સલાહ લો. gujjusamachar.com આની પુષ્ટિ કરતું નથી અને જવાબદાર રહેશે નહિ. આ કોઈ ડોક્ટરની સલાહ નથી. અમારો હેતુ માત્ર તમને સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવવાનો છે)
Disclaimer:
The views and opinions expressed in article/website are those of the authors and do not Necessarily reflect the official policy or position of gujjusamachar.com. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, Company, individual or anyone or anything.