Type Here to Get Search Results !

મહાભારતમાં સો કૌરવો પુત્ર ના નામ જાણો

સોમવંશી સંવરણ અને તપતીના પુત્ર કુરુ રાજા હસ્તીના વંશજો અને એક જાતિવિશેષ. કૌરવોનો પ્રદેશ તે કુરુજાંગલ અથવા કુરુક્ષેત્ર. કુરુના મહાન તપથી કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર અને પરમ પવિત્ર તીર્થસ્થાન બન્યું. કુરુઓ અને કુરુક્ષેત્રનો નિર્દેશ વૈદિક વાઙ્મયમાં છે. પાંડુના પુત્રો પાંડવો સાથેના વિરોધ અને મહાયુદ્ધના કારણે કૌરવો એટલે ધૃતરાષ્ટ્રના એકસો પુત્રો એવું સામાન્યત: સમજવામાં આવે છે.

મહાભારતમાં સો કૌરવો પુત્ર ના નામ જાણો

Kauravas (કૌરવો) એ એક સંસ્કૃત શબ્દ છે, જે કુરુ રાજાના વંશજો માટે વપરાય છે, Mahabharat (મહાભારત) માં ધૃતરાષ્ટ્રના સંતાનો માટે આ શબ્દ વપરાયો છે. કુરુ એક મહાન રાજા હતા જે મહાભારતના મોટાભાગના પાત્રોના આદિપુરુષ છે. દુર્યોધન, દુઃશાસન, વિકર્ણ, યુયુત્સુ વગેરે સો ભાઈઓ અને દુઃશલા નામે બહેન કૌરવો તરીકે ઓળખાયા.

ગાંધારીએ 100 પુત્રને જન્મ કેવી રીતે આપ્યો

કૌરવોને જન્મ આપનારી માતા ગાંધાર દેશ ના રાજા સુબધની પુત્રી હતી. તેનો જન્મ ગાંધાર દેશમાં થયો હતો એટલે તેનું નામ ગાંધારી આપવામાં આવ્યું હતું. કૌરવોના જન્મની પાછળ એક એવી પ્રચલિત કથા છે કે એકવાર મહર્ષિ વેદવ્યાસજી હસ્તિનાપુર આવ્યા હતા અને ગાંધારીએ વેદ વ્યાસજીની ખૂબ જ સેવા કરી હતી તેની સેવાથી પ્રસન્ન થઈને મહર્ષિ વેદવ્યાસે કહ્યુ કે તને જે વરદાન જોઈએ તે માગ.

ત્યારે ગાંધારીએ 100 પુત્ર થવાનું વરદાન માગ્યું. સમય જતાં ગાંધારી ને ગર્ભ રહ્યો. તે બે વર્ષ સુધી પેટમાં જ રહ્યો બે વર્ષ સુધી પેટમાં ગર્ભ રહ્યો એટલે ગાંધારી ખૂબ જ ગભરાઈ ગયા અને પોતાનો ગર્ભપાત કરાવી નાખ્યો. ત્યારબાદ તેના પેટમાંથી એક લોખંડ નો પીંડ નીકળ્યો. પછી મહર્ષિ વેદવ્યાસજીએ પોતાની યોગશક્તિ તે પીંડ પર કરી અને ત્યારબાદ તેઓ ગાંધીરી પાસે આવ્યા અને ત્યારબાદ વેદવ્યાસજીએ ગાંધારીને આ પીંડ પર પાણી છાંટવાનું કહ્યું. જ્યારે ગાંધારીએ પાણી છાંટ્યું ત્યારે તેના 101 ટુકડા થઈ ગયા ત્યારબાદ વેદવ્યાસજીએ કહ્યું કે આ માસના પિંડોને ઘીથી ભરેલા કુંડામાં નાખી દો અને બે વર્ષ પછી આ પીંડ માંથી પહેલા દુર્યોધન અને પછી ગાંધારીના બીજા 99 પુત્ર અને એક કન્યા ઉત્પન્ન થયા.

દિવસમાં એક કે બે વાર તમારે કેટલી વાર શૌચાલયમાં જવું જોઈએ?

સો કૌરવ પુત્રો ના નામ

1. દુર્યોધન
2. દુસ્સાહ
3. દુઃશાસન
4. જલસંઘ
5. સામ
6. સુદુશીલ
7. ભીમબલ
8. સુબાહુ
9. સહિષ્ણુ
10. ચિત્રકુંડલ
11. દુરધાર
12. દુર્મુખ
13. બિંદુ
14. કૃપ
15. ચિત્ર
16. દુર્મડ
17. દુર્ધસંધિ
18. દુશચાર
19. સત્વ
20. ચિત્રક્ષા
21. ઉરનાનભી
22. ચિત્રબાહુ
23. સુલોચન
24. સુશભ
25. ચિત્રવર્મા
26. અસાસેન
27. મહાબાહુ
28. સમદુખ
29. મોચન
30. સુમામી
31. વિબાસુ
32. વિકાર
33. ચિત્રશરસન
34. પ્રમાહ
35. સોમવર
36. માન
37. સત્યસંધ
38. વિવસ
39. વિકર્ણ
40. ઉપચિત્ર
41. ચિત્રકુંતલ
42. ભીમબાહુ
43. સુંદ
44. વાલાકી
45. ઉપ્યોદ્ધા
46. બાલવર્ધ
47. દુર્વિઘ્ન
48. ભીમકર્મી
49. ઉપનંદ
50. અનાસિંધુ
51. સોમકિર્તી
52. કુડપાડ
53. અષ્ટબાહુ
54. યુયુત્સુ
55. ઘોર
56. રુદ્રકર્મ
57. વીરબાહુ
58. કાનન
59. કુદાસી
60. દિર્ઘબાહુ
61. આાદિત્યકેતુ
62. પ્રથમ
63. પ્રયામી
64. વિર્યનાદ
65.દીર્ઘતાલ
66. વિકટબાહુ
67. દુર્ઘરથ
68. દુર્મશન
69. ઉગ્રશ્રવા
70. ઉગ્ર
71. અમય
72. કુબ્ધ્રિ
73. ભીમરથી
74. અવતાપ
75. નંદક
76. ઉપંદક
77. ચાલસંધિ
78. બ્રુહક
79. સુવાત
80. નાગદિત
81. વિંદ
82. અનુવિંદ
83. અર્જીવ
84. બુધક્ષેત્ર
85. દુર્ધષ્ટા
86. ઉગ્રહીત
87. કવચી
88. કાથકુંડ
89. અનિકેત
90. કુંડધારી
91. દુરોધર
92. શથસ્તા
93. શુભકર્મ
94. સપ્રપ્તા
95. દુપ્રણિત
96. બાહુધામી
97. ધુરંધર
98. સેનાની
99. વીર
100. પ્રમાથી
101. એક માત્ર પુત્રી : દુઃશલા

મહારાજ ધ્રુતરાષ્ટ્ર ના 100 પુત્રો અને એક પુત્રી દુસ્સલા ગાંધારી થી થયા હતા અને એક પુત્ર યુયુત્સુ એક અન્ય સ્ત્રી થી થયેલો ક્યાંક એવું વર્ણન છે કે દાસી થી થયેલો પુત્ર હતો. યુયુત્સુ એ કૌરવો ના પક્ષ માં યુદ્ધ ના કરી ને પાંડવો ના પક્ષ માં યુદ્ધ કરેલું.

પાંચ પાંડવ પુત્રોના નામ

Pandavas (પાંડવ) એટલે કે રાજા પાંડુનો પુત્ર. હિંદુ ધર્મના પૌરાણિક મહાગ્રંથ મહાભારતની કથા અનુસાર પાંડુ નામના રાજાને પાંચ પુત્રો હતાં,
(1) યુધિષ્ઠિર
(2) ભીમ
(3) અર્જુન
(4) નકુળ
(5) સહદેવ
આ પાંચે ભાઈઓ પાંડવો તરીકે ઓળખાય છે અને જ્યારે તેમાંથી કોઈ એકનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તેને પાંડવ તરિકે સંબોધવામાં આવે છે.

રોટલીના લોટમાં મિક્સ કરી લો આ વસ્તુ શરીર બનશે લોખંડની જેમ મજબુત

પાંડવોના માતા-પિતા

પાંડવોના પિતાનું નામ પાંડુ હતું. તેઓ ખૂબ જ પ્રતાપી યદુવંશી રાજા હતા. પાંડુ રાજાની બે પત્નીઓ હતી, કુંતી અને માદ્રી. યુધિષ્ઠિર, ભીમ તથા અર્જુનની માતા કુંતી હતી જ્યારે નકુળ તથા સહદેવ માદ્રીના પુત્રો હતા.
Tags

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!