Type Here to Get Search Results !

કોણે બનાવ્યા ગિરનારના 9,999 પગથિયાં ? જાણો ઇતિહાસ

Girnar Step History: મિત્રો Junagadh (જુનાગઢ) ની વાત આવે ત્યારે મગજમાં એક જ વસ્તુ આવે છે એ છે જૂનાગઢમાં આવેલો ગરવો Girnar (ગીરનાર), ગિરનાર દરેક વ્યક્તિ માટે આસ્થાનું પ્રતિક છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર ચડવા માટે આવે છે. ગિરનારની ટોચ પર દત્તાત્રેય ભગવાનનો વાસ છે. તમે પણ ઘણી વખત ગિરનારના પગથિયા ચડીને દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા માટે ગયા હશો, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બધા પગથિયા કોણે બનાવ્યા? કેવી રીતે બનાવ્યા? તો ચાલો જાણીએ તેનો પૂરો ઇતિહાસ.

કોણે બનાવ્યા ગિરનારના 9,999 પગથિયાં ? જાણો ઇતિહાસ

મિત્રો ગીરનાર તથા તેના પગથિયા ના બાંધકામ સાથે એક મોટો ઇતિહાસ જોડાયેલો છે. આપણે સૌ જાણીએ છીએ કે ગિરનાર એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. આખું વર્ષ લોકો અહીં યાત્રા કરવા માટે આવે છે અને દેવદિવાળીને સમયે લોકો લીલી પરિક્રમા નો પણ આનંદ માણે છે.

શ્રીકૃષ્ણની દ્વારકા નગરી સમુદ્રમાં કેમ ડુબી ગઈ? - જાણો અહીં

સૌરાષ્ટ્રમાં રહેતા દરેક લોકો એ ગિરનાર ચડીને માઁ ના દર્શન કરવા ગયા જ હશે. હાલ તો ઘણી બધી સુવિધાઓ થઇ ગઈ છે રોપ વે બની ગઈ છે. જેથી તુરંત મંદિર સુધી પોહચી શકાય છે પરંતુ જે લોકો વર્ષો પેહલા ગયા હશે એને ખ્યાલ હશે ગિરનાર ના 9999 પગથિયાં છે. અને કપરું ચઢાણ છે.

ઘણા લોકો એ ખબર નહિ હોય કે આ પગથિયાં કોણે બનાવ્યા ? જ્યાં ચડવું મુશ્કેલ છે એ ગિરનાર પર્વત પર પગથિયાં કોણે બનાવ્યા હશે. આજે અમે તમારા માટે એવી જ રસપદ માહિતી લઇ ને આવ્યા છીએ. આ પગથિયા પાછળ માતાજી નો પરચા સહીત તમામ માહિતી અમે તમને આપીશું. તો ચાલો જાણીયે. 

તમે પણ જાણો છો કે ગિરનાર એ બધા માટે આસ્થાનું પ્રતિક છે. મંદિરમાં દર વર્ષે લાખો ભક્તો આવે છે. ગિરનાર પર્વત પર ભગવાન દત્તાત્રેયનો વાસ છે. તો આજે આપણે જાણીશું કે, જૂનાગઢ ગિરનારના 9,999 પગથિયાં કોણે અને ક્યારે બાંધ્યા? આપણે જાણીએ છીએ કે, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર છે.

દિવાળી દરમિયાન લોકો લીલી પરિક્રમાની પ્રદીક્ષણા કરવા આવે છે. આ એક સદી પહેલાની વાત છે જ્યારે ઉદયન મંત્રી ગુજરાતને વિજય તરફ દોરીને રણ છાવણીમાં હતા. પરંતુ, યુદ્ધમાં તે ઘાયલ થયા હતા. બાદમાં યુદ્ધમાંથી પાછા ફરતી વખતે તેમનું મૃત્યુ થયું હતું. આ સમય દરમિયાન તેમણે પુત્રને એક સંદેશ આપ્યો હતો.

જ્યારે તેમના પુત્રએ આ સંદેશ વાંચ્યો ત્યારે લખ્યું હતું કે, મારી ઈચ્છા છે કે શેત્રુજય પરના યુગાદી દેવના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવે અને ગિરનાર તીર્થમાં સીડીઓ બનાવવામાં આવે. આ સંદેશ વાંચીને પુત્રએ શેત્રુજય પર યુગાદી દેવનું મંદિર બનાવ્યું અને મહાત્મા ઉદયની ઈચ્છા પૂરી કરી. પરંતુ, હવે ગિરનાર પર સીડીઓ બાંધવાની બાકી હતી.

પિતાના કહેવા મુજબ પુત્ર જૂનાગઢથી ગિરનાર પર પગથીયા બનાવવા આવ્યો. અહી તેણે પર્વત પર ઉંચી ખડકો અને ભેખડો જોયા. આ બધું જોઈને તેઓ મૂંઝાઈ ગયા. તેની સાથે આવેલા શિલ્પકારોએ ખૂબ મહેનત કરી પરંતુ ક્યાંથી શરૂઆત કરવી તે કોઈને સમજાતું ન હતું. પુત્ર બાહડ મંત્રીએ ઘણું વિચાર્યું.

પછી ગિરનારની રક્ષક માતા અંબાને યાદ કરીને તેમણે વ્રત લીધું અને મા અંબાના ચરણોમાં બેસી ગયા. મારા મનમાં એક જ વિચાર આવ્યો કે માતા મને રસ્તો બતાવે જેથી હું ગિરનાર પર પગથીયા બનાવી શકું. તેણે ઘણા દિવસો સુધી ઉપવાસ કરવાનું શરૂ કર્યું. મંત્રીને વિશ્વાસ હતો કે, અણધારી રીતે મારી માતા સમસ્યા હલ જરૂર કરશે.

દેશમાં કયા CM નો કેટલો પગાર છે ? જાણો સૌથી વધુ કોનો પગાર !

વ્રતના છેલ્લા દિવસે માતા અંબા પ્રગટ થયા અને કહ્યું, “હું જે રસ્તે અક્ષત નાખતી જાઉં તે રસ્તે પગથિયાનું સર્જન કરજે.” ત્યારે મંત્રી ખુશ થયા. બાદમાં અઢળક પૈસા ખર્ચીને ગિરનાર પગથિયું બની ગયું. અને ત્યાર બાદ શિલ્પકારો દ્વારા ગિરનારના 9,999 પગથિયા બનાવવામાં આવ્યા.

કોણે બનાવ્યા ગિરનારના 9,999 પગથિયાં Video: Click Here

Tags

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!