Gujju Samachar એક એવો દેશ જેની ઘડિયાળમાં ક્યારેય પણ 12 વાગતા જ નથી જાણો શા માટે | Gujju Samachar

બ્રેકીંગ ન્યૂઝ WhatsApp પર મેળવવા ગ્રુપ જોઈન કરો Join Now!


એક એવો દેશ જેની ઘડિયાળમાં ક્યારેય પણ 12 વાગતા જ નથી જાણો શા માટે



આપણે બાળપણથી જ Clock (ઘડિયાળ) માં 1 થી 12 વાગ્યા સુધીના આંકડા જોતા આવ્યા છીએ. Clock (ઘડિયાળ) ના કાંટા 1 થી 12 ની વચ્ચે 24 કલાક સતત ટિક ટિક કરતા રહે છે. આપણી દિનચર્યા પણ આ Clock (ઘડિયાળ) ના હિસાબે ચાલે છે. પરંતુ જો તમને એમ કહેવામાં આવે કે, Clock (ઘડિયાળ) માંથી એક કલાક હંમેશ માટે ઓછો કરી દેવામાં આવશે, તો તમને લાગશે કે તમારા રોજિંદા જીવનમાંથી એક કલાક ઓછો થઈ જશે.

દેશ જેની ઘડિયાળમાં ક્યારેય પણ 12 વાગતા જ નથી જાણો શા માટે



સામાન્ય રીતે આપણા દેશમાં 12 અંકને અશુભ માનવામાં આવે છે. એટલા માટે જ તો ઘણા લોકો એવું કહેતા નજર આવે છે કે “તારા ચહેરા ઉપર 12 શા માટે વાગેલા છે?” પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં એક એવી Clock (ઘડિયાળ) છે, જેમાં ક્યારેય પણ 12 વાગતાં જ નથી. તેની પાછળની હકીકત જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

જે પક્ષી ને ટચ કરો એ પક્ષી નો અવાજ સંભળાશે ! અદભુત ટેક્નોલોજી

આ દેશની Clock (ઘડિયાળ) માં 12 નથી વાગતા

આ અજીબોગરીબ Clock (ઘડિયાળ) સ્વિટ્ઝર્લેન્ડનાં સોલોથર્ન શહેરમાં (Switzerland Solothurn City) છે. આ શહેરનાં ટાઉન સ્ક્વેર ઉપર એક Clock (ઘડિયાળ) લગાવેલ છે. તે Clock (ઘડિયાળ) માં કલાકનાં ફક્ત 11 અંક જ છે, તેમાંથી 12 નંબર ગાયબ છે. વળી અહીંયા સામાન્ય રીતે ઘણી Clock (ઘડિયાળ) છે, જેમાં ક્યારેય પણ 12 વાગતાં નથી. આ શહેરની સૌથી મોટી ખાસિયત છે કે અહીંના લોકોને 11 નંબર સાથે ખુબ જ લાગણી છે. અહીંયાની જે પણ ચીજો છે તેની ડિઝાઇન 11 નંબર ની આસપાસ રહે છે.

this country never 12 number in clock

જાણો શા માટે Clock (ઘડિયાળ) માં 12 વાગતા નથી

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ શહેરમાં ચર્ચ ની સંખ્યા પણ 11 છે. તે સિવાય સંગ્રહાલય, ઐતિહાસિક ઝરણાં અને ટાવર પણ 11 નંબરનાં છે. અહીંયાના સેન્ટ ઉસુર્સ નાં મુખ્ય ચર્ચમાં પણ 11 નંબર ને મહત્વ આપવામાં આવે છે. હકીકતમાં આ ચર્ચ પણ 11 વર્ષ પહેલાં જ બનીને તૈયાર થયું હતું. અહીંયા ત્રણ સીડીઓનો સેટ છે અને દરેક સેટમાં 11 પંક્તિઓ છે. તે સિવાય અહીંયા 11 દરવાજા છે અને 11 Clock (ઘડિયાળ) પણ છે. અહીંયાના લોકોને 11 નંબર સાથે એટલી લાગણી છે કે તેઓ પોતાના 11માં જન્મદિવસની ખુબ જ ખાસ રીતે સેલિબ્રેટ કરે છે. આ અવસર પર આપવામાં આવતી ગિફ્ટ પણ 11 નંબર સાથે જોડાયેલી હોય છે.

this country never 12 number in clock

11 નંબર પ્રત્યે લોકોને એટલી લાગણી હોવા પાછળ સદીઓ જુની માન્યતા છે. કહેવામાં આવે છે કે એક સમયમાં સોલોથર્ન નાં લોકો ખુબ જ મહેનત કરતા હતા, પરંતુ તેમ છતાં પણ તેમના જીવનમાં ખુશીઓ આવતી ન હતી. થોડા સમય બાદ અહીંયાની પહાડીઓમાંથી એલ્ફ આવવા લાગ્યા અને તેનાથી લોકોની હિંમત વધી. એલ્ફ નાં આવવાથી ત્યાંના લોકોના જીવનમાં ખુશહાલી આવવા લાગી.

1400 રૂપિયાથી ઓછી કિંમતનો હરતું-ફરતું ફ્રીજ ! જાણો માહિતી

હકીકતમાં એલ્ફ વિશે જર્મની ની પૌરાણિક કહાનીઓમાં સાંભળવા મળે છે. કહેવામાં આવે છે કે તેમની પાસે આ અલૌકિક શક્તિઓ હતી અને જર્મન ભાષામાં એલ્ફ નો મતલબ 11 થાય છે, એટલા માટે સોલોથર્ન નાં લોકોએ એલ્ફ ને 11 નંબર સાથે જોડી દીધા અને ત્યારથી અહીંયાના લોકો એ 11 નંબરને મહત્વ આપવાનું શરૂ કરી દીધું.

🚨 : Warning : 🚨

અમારી પોસ્ટ/ફોટો/કન્ટેટ વાપરતા લોકો એ ક્રેડિટ (Backlink) આપવી જરૂરી છે. નક્કર મુશ્કેલીમાં મુકાઈ શકો છો. અમે આશા રાખીયે છીએ અમારી મેહનત ને તમે Credit જરૂર આપશો.

Note :
(નોંધ – આ લેખમાં દર્શાવવામાં આવેલી માહિતી સામાન્ય વિગતોને આધારે છે. કોઈપણ વસ્તુ અપનાવતા પહેલા નિષ્ણાતોની સલાહ લો. gujjusamachar.com આની પુષ્ટિ કરતું નથી અને જવાબદાર રહેશે નહિ. આ કોઈ ડોક્ટરની સલાહ નથી. અમારો હેતુ માત્ર તમને સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવવાનો છે)
Disclaimer:
The views and opinions expressed in article/website are those of the authors and do not Necessarily reflect the official policy or position of gujjusamachar.com. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, Company, individual or anyone or anything.