Gujju Samachar અનિંદ્રા રાત્રે મોડે સુધી ઊંઘ ન આવતી હોય તેનો સરળ ઉપચાર | Gujju Samachar

બ્રેકીંગ ન્યૂઝ WhatsApp પર મેળવવા ગ્રુપ જોઈન કરો Join Now!


અનિંદ્રા રાત્રે મોડે સુધી ઊંઘ ન આવતી હોય તેનો સરળ ઉપચારઆયુર્વેદના આચાર્યોએ ઊંધને ભૂતધાત્રી એટલે કે પ્રાણીઓના શરીરને પોષણ આપતી માતા સમાન ગણાવી છે. જેમ શરીરને ટકાવી રાખવા માટે ખોરાકની જરૂર છે, તેટલી જરૂરિયાત ઊંઘની પણ છે.

અનિંદ્રા રાત્રે મોડે સુધી ઊંઘ ન આવતી હોય તેનો સરળ ઉપચાર


તાજેતરમાં થયેલા કેટલાક અભ્યાસ એવું સૂચવે છે કે રોગો અને જીવાણુઓ સામેના સતત યુદ્ધથી ક્ષીણ થઇ ગયેલું શરીરનું રોગપ્રતિકારક શકિતનું તંત્ર પૂરતી ઊંઘથી ફરી ચેતનવતું બને છે. અપૂરતી ઊંઘથી વ્યક્તિની પ્રતિક્રિયા અને પ્રત્યાઘાતની પ્રકિયા ઘીમી પડે છે. ચપળતા ઘટી જાય છે અને શરીરની આંતરિક પ્રક્રિયા ખોરવાય છે.

Health : શું તમે ફોન ને Toilet માં લઈ જાવ છો ? આ બીમારીનું છે મુખ્ય કારણ

નુકશાન

ઊંઘ ના આવવાથી અને ના ઊંઘવાથી થતા નુકશાન વિષે જોઇએ: આજકાલ રાત્રે મોડા સુવાનું અને સવારે ખૂબ મોડા ઊઠવાના ક્રમને યુવાવર્ગ આધુનિકતાની નિશાની ગણે છે. WhatsApp, Facebook, Twitter યુવાપેઢીની ઊંઘ ઉડાડી દીધી છે. પરિણામે ખીલ, ખોડો, સફેદવાળ, વહેલાં ચશ્માં આવી જવાં, વજન વધવું વગેરે અનાયાસે એમને પરેશાન કરે છે. જેનાથી તેઓ અજ્ઞાત છે.

અનિદ્રાના દર્દીઓ માટે મહત્વની ટીપ્સ

સૂતી વખતે શરીરનાં જ્ઞાનતંતુઓ રિલેક્સ થાય તેવી હળવી કસરતો, યોગાસન કરવાં. ચાલવું અને ઊંડા શ્વાસ લેવા.
રોજ નિયત સમયે પથારીમાં સુવાની આદત પાડવાથી એ જ સમયગાળા દરમિયાન ઊંઘ આવવાની પ્રકિયા કોઇપણ પ્રકારના પ્રયાસ વગર શરૂ થઇ જાય છે.
સુવાના સમયે ધાર્મિક સ્તવનો, ઇષ્ટ દેવતાનો જાપ વગેરે કરવાથી પ્રગાઢ નિદ્રા આવે છે તેવું ઘણા અનુભવીઓનું માનવું છે.
સંશોધકો કહે છે કે ઊંઘવાના સમયથી એક કલાક પહેલાં મગજમાંથી કઇ પણ પ્રકારની સમસ્યાઓ અને ચિંતાઓને હાંકી કાઢવાથી ઊંઘનું આગમન સરળ બને છે. જેમકે ખોટા વિચારો લાવે એવી ટી.વી.ની સિરીયલને જોવાનું ઓછું કરવું કે રાત્રે ના જોવી અને મોબાઇલ ફોનને સ્વિચ ઓફ કરવો.
ઊંઘ પર સંશોધન કરનારા વૈજ્ઞાનિકો માને છે કે સૂતી વખતના રોમાન્સ અને સેક્સ ઊંઘવાની ગોળીઓ જેવું કામ કરે છે.
ગરમ પાણીનું સ્નાન કે હળવું સૌમ્ય સંગીત ઊંઘને આકર્ષિત કરે છે.
આયુર્વેદનું કથન છે કે માથામાં રોજ તેલનું માલિશ કરવાથી ઊંઘ સારી આવે છે. પગના તળિયે ગાયનું ઘી ઘસવાથી જ્ઞાનતંતુઓ રિલેક્સ થાય છે અને પ્રગાઢ નિદ્રા આવે છે. પરિણામે ખોડો, ખરતાવાળ, વાળ સફેદ થવા, આંખે નંબર આવવા વગેરે સમસ્યાઓ અટકી જાય છે.
આખા શરીરે માલિશ કરવાથી અનિદ્રાની સમસ્યા હંમેશને માટે ચાલી જાય છે.
સૂતી વખતે પગચંપી આંખોનાં પોપચાં પર ભાર લાવે છે અને સરળતાથી ઊંઘ આવી જાય છે.

અનિંદ્રા - રાત્રે ઊંઘ ન આવે તો અક્સીર આયુર્વેદીક ઈલાજ જોવા માટે Click Here

મધુરમ્ : ઊંઘ લાવવાનો ગુણ ધરાવતું મગજનું સેરેટોનિન નામનું રાસાયણિક તત્વ કે જે કાર્બોદિત આહારમાંથી મળે છે, જેમ કે ઘીથી ભરપૂર ખીચડી, કમોદના ચોખાની ખીર, દૂધપાક, પેંડા, બરફી ખાવાથી ઊંઘ ઝડપથી આવે છે. થોડી માત્રામાં શીરો, સુખડી કે મીઠાઇ ખાવાથી પણ ઊંઘ સારી આવે છે

એસિટીડીના કારણે ઊંઘના આવતી હોય એવા લોકોએ રાત્રે જમવામાં ઘઉં બંધ કરી, કાપેલાં ફળો લેવાં, જેથી પાચન સરળતાથી થઇ જતાં એસિડ ઓછો બને અને પરિણામે ઊંઘી શકાય.

અશ્વગંધા ક્ષીરપાક : સોમ્ની ફેરમ નામનું ઊંઘ લાવનારું તત્વ ધરાવતા અશ્વગંધાનું અડધી ચમચી જેટલું ચૂર્ણ એક કપ દૂઘમાં લઇ, તેમાં તેટલું જ પાણી નાખી ઉકાળી નાખવું. પાણી બળી જાય પછી તેમાં બે ચપટી ગંઠોડા અને એકાદ ચમચી ખાંડ નાખી પીવું.

અશ્વગંધા ક્ષીરપાકને બદલે અશ્વગંધારિષ્ટ ૨-૨ ચમચી જેટલું લઇ પાણી ઉમેરીને પણ લઇ શકાય.

પ્રથમ ચૂર્ણ : જટામાંસી, તગર અને ઉપલેટ-કઠનું સરખા ભાગે ચૂર્ણ બનાવી તેમાંથી અડધો ગ્રામ પાણી સાથે ફાકી જવું. તેનાથી વિચારોનું આક્રમણ ઘટે છે. ઊંઘ સારી આવે છે.

ઊંઘ આવતી હોવા છતાં ના ઊંઘતા યુવાનોને આ કુદરતી ઊંઘની અવગણના કરવાથી યાદશક્તિ ઘટે છે. વારંવાર ચીડ-ગુસ્સો આવે છે. પાચન ક્ષમતા ઘટી જતાં ગેસ, વાયુ, એસિડીટી માથાનો દુ:ખાવો, સફેદ વાળ વહેલા થઇ જવા જેવી સમસ્યાઓ ઉપન્ન થાય છે.

🚨 : Warning : 🚨

અમારી પોસ્ટ/ફોટો/કન્ટેટ વાપરતા લોકો એ ક્રેડિટ (Backlink) આપવી જરૂરી છે. નક્કર મુશ્કેલીમાં મુકાઈ શકો છો. અમે આશા રાખીયે છીએ અમારી મેહનત ને તમે Credit જરૂર આપશો.

Note :
(નોંધ – આ લેખમાં દર્શાવવામાં આવેલી માહિતી સામાન્ય વિગતોને આધારે છે. કોઈપણ વસ્તુ અપનાવતા પહેલા નિષ્ણાતોની સલાહ લો. gujjusamachar.com આની પુષ્ટિ કરતું નથી અને જવાબદાર રહેશે નહિ. આ કોઈ ડોક્ટરની સલાહ નથી. અમારો હેતુ માત્ર તમને સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવવાનો છે)
Disclaimer:
The views and opinions expressed in article/website are those of the authors and do not Necessarily reflect the official policy or position of gujjusamachar.com. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, Company, individual or anyone or anything.