ધોરણ 10 અને 12 રીપીટર પરીક્ષા સંપૂર્ણ કાર્યક્રમ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ-10 અને 12ના રિપિટરોની પરીક્ષાને લઇને મોટો નિર્ણય લીધો છે. અત્યાર સુધી રિપિટર વિદ્યાર્થીઓ પરીક્ષા લેવાશે કે કેમ તે અંગે અવઢવમાં હતા. જો કે હવે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. ગુજ.બોર્ડનાં ધો.10-12નાં રિપિટરોની પરીક્ષા લેવાનો બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે ધો.10-12નાં ગુજ.બોર્ડનાં રિપિટરોને માસ પ્રમોશન નહીં મળે.ધો.10-12નાં વિજ્ઞાન-સા.પ્ર.રિપિટરની લેવાશે પરીક્ષા.આગામી 15મી જૂલાઇથી લેવાશે પરીક્ષા.

ધોરણ 10 અને 12 રીપીટર પરીક્ષા સંપૂર્ણ કાર્યક્રમ
ધોરણ 10 અને 12 રીપીટર પરીક્ષા સંપૂર્ણ કાર્યક્રમ


ગુજરાતના ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી યોજવાનો નિર્ણય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. પરીક્ષાાનો વિગતવાર કાર્યક્રમ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે. માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાત્રે 12 વાગ્યે જન્મદિવસ ઉજવવો એ છે અશુભ ? જાણો શું કામ

ગુજરાતમાં ધોરણ 10 અને 12ના નિયમિત, રિપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની બોર્ડની જાહેર પરીક્ષા પહેલી જુલાઈના રોજ લેવાનો નિર્ણય સરકારે કર્યો હતો. પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પરીક્ષાઓ મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના રિપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા આગામી 15 જુલાઈના રોજ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. સ્કૂલોના આચાર્યોએ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરવાની રહેશે. એમ શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવ્યું છે.

10 - 12 રીપીટર પરીક્ષા કાર્યક્રમ જુઓ 👇👇👇

શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાનું આયોજન કરાશે

ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. વાયરસના કેસ ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. કોરોના વાયરસના કેસ વધતાં રાજ્યમાં પરીક્ષાઓને રોકી દેવામાં આવી હતી જેમાં ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાઓ તો રદ્દ કરી દેવામાં આવી છે. જોકે રીપીટર વિદ્યાર્થીઑને તેમાં રાહત આપવામાં આવી નથી.

4.91 લાખ રિપીટર્સ વિદ્યાર્થીઓની માંગ

બોર્ડની પરીક્ષામાં રિપીટર્સ વિદ્યાર્થીઓની વાત કરીએ તો ધોરણ 10માં 3.62 લાખ, ધોરણ 12 સાયન્સમાં 32 હજાર 400 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97 હજાર જેટલા રિપીટર્સ વિદ્યાર્થી નોંધાયા હતા. સરકારે ધોરણ 10માં માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓની જ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપ્યું હોવાની સ્પષ્ટતાં કરી હતી. પરંતુ ધોરણ 12ની પરીક્ષા રદ કરવાના નિર્ણયમાં એવી કોઈ સ્પષ્ટતાં કરાઈ નથી કે, માત્ર રેગ્યુલર વિદ્યાર્થીની જ પરીક્ષા રદ થશે કે રિપીટર્સ સહિતના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાશે. શિક્ષણમંત્રીએ આ અંગે મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે, રિપીટર્સ વિદ્યાર્થીઓ માટે હજી કોઈ પણ નિર્ણય લેવાયો નથી. જે આગામી સમયમાં કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન આધારે લેવાશે.

10 રૂપિયામાં 100 કિલોમીટર સુધી ચાલે છે આ બાઈક ! જાણો કિંમત અને ફીચર્સ

15 જુલાઇથી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ શરૂ થશે


It appears you don't have a PDF plugin for this browser. No biggie... you can click here to download the PDF file.


ગુજરાત બોર્ડ દ્વારા આ પરીક્ષાને લઈને તારીખો જાહેર કરવામાં આવી છે જેમાં 15 જુલાઇથી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ શરૂ કરવામાં આવશે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Official Site :- http://www.gsebeservice.com/


સંપૂર્ણ કાર્યક્રમ અહીંયા Download કરો : Click



Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ