Gujju Samachar Gujarati Love Story : ધર્મ છુપાવી ને 9 વર્ષ સુધી દુષ્કર્મ ! આખરે કંટાળી ને યુવતી એ ફરિયાદ કરી | Gujju Samachar

બ્રેકીંગ ન્યૂઝ WhatsApp પર મેળવવા ગ્રુપ જોઈન કરો Join Now!


Gujarati Love Story : ધર્મ છુપાવી ને 9 વર્ષ સુધી દુષ્કર્મ ! આખરે કંટાળી ને યુવતી એ ફરિયાદ કરીGujarati Love Story હાલોલમાં રહેતી અને મૂળ હિમાચલ પ્રદેશની રહેવાસી વ્યવસાયે ડોક્ટર અને હાલમાં અમદાવાદની હોસ્પિટલમાં પ્રેકટીશ કરતી ૨૭ વર્ષીય યુવતીને મુસ્લીમ યુવાને પોતાનું ખોટું હિન્દુ નામ આપી યુવતીના અશ્લીલ ફેટા વાયરલ કરવાની ધમકી આપી છેલ્લા નવ વર્ષથી અવાર નવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફ્રિયાદ યુવતીએ હાલોલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે


પોલીસ વર્તુળ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ મૂળ હિમાચલ પ્રદેશની અને છેલ્લા ઘણા વર્ષોથી હાલોલ ખાતે રહેતી યુવતી બી.એચ.એમ.એસ.માં અભ્યાસ કરતી હતી તે દરમ્યાન કોલેજના ફ્ંકશન દરમ્યાન તેની મિત્ર દ્વારા ઋષિકેશ પટેલ નામના યુવક સાથે તેની મુલાકાત થઈ હતી. યુવકે પોતે અમદાવાદમાં રહે છે અને અપરણિત છે, તેના માતા પિતા મરી ગયાં હોવાનું જણાવ્યું હતું. Love Story યુવક સાથે તેની ઘાઢ મિત્રતા થતા તેઓ અવાર નવાર મળતા હતા અને શરીર સંબંધ પણ બાંધ્યા હતા અને તે દરમ્યાન યુવકે યુવતીના અશ્લીલ ફોટા પણ પડયા હતા.

રાત્રે 12 વાગ્યે જન્મ દિવસ ઉજવવો એ અશુભ ? જાણો શું કામ


Real Love Story

ઋષિકેશ પટેલે ગીફ્ટમાં આપેલ ફોનમાં રેર્કોર્ડિંગથી યુવતીને જાણવા માંડયું હતું કે ઋષિકેશ પટેલ ખરેખર હિન્દૂ નથી અને તે મુસ્લીમ કોમનો છે. જેથી યુવતીએ પુછપરછ કરતા જણાવ્યું હતું કે મારુ નામ સાદિક ઇબ્રાહિમ મેમાન રહે. લાંબડીયા તા. પોસીના જી.બનાસકાંઠા અને હું પરણિત છું. જેથી યુવતીએ સંબંધો તોડી નાખવાનું કહેતાં સાદિકે જણાવ્યું હતું કે તારે મારી સાથે સંબંધ રાખવા જ પડશે નહિ તો તારા અશ્લીલ ફેટા મારી છે તે તારા મમ્મી પપ્પા ને બતાવીશ અને વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.

Gujarat news : 135 માવા ટૂંક સમયમાં ભૂતકાળ બની જશે ? સામે આવ્યો ચોંકાવનારા રિપોર્ટ


ત્યારબાદ સાદિકે જો તું લગ્ન કરીશ તો તને બદનામ કરી દેવાનું જણાવ્યું હતું અને આ બાબતે કોઈને કહીશ તો કોઈને મોં બતાવ લાયક નહિ છોડું તેવી ધમકી આપતાં યુવતી ગભરાઇ ગઈ હતી. તેણે તેના માતા પિતાએ હિમ્મત આપતા સાદિક વિરુદ્ધ હાલોલ પોલીસ મથકે ફ્રિયાદ આપતાં પોલીસે ફ્રિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

🚨 : Warning : 🚨

અમારી પોસ્ટ/ફોટો/કન્ટેટ વાપરતા લોકો એ ક્રેડિટ (Backlink) આપવી જરૂરી છે. નક્કર મુશ્કેલીમાં મુકાઈ શકો છો. અમે આશા રાખીયે છીએ અમારી મેહનત ને તમે Credit જરૂર આપશો.

Note :
(નોંધ – આ લેખમાં દર્શાવવામાં આવેલી માહિતી સામાન્ય વિગતોને આધારે છે. કોઈપણ વસ્તુ અપનાવતા પહેલા નિષ્ણાતોની સલાહ લો. gujjusamachar.com આની પુષ્ટિ કરતું નથી અને જવાબદાર રહેશે નહિ. આ કોઈ ડોક્ટરની સલાહ નથી. અમારો હેતુ માત્ર તમને સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવવાનો છે)
Disclaimer:
The views and opinions expressed in article/website are those of the authors and do not Necessarily reflect the official policy or position of gujjusamachar.com. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, Company, individual or anyone or anything.