આ માહિતીને વાંચીને તમને તમામ પ્રકારના તમારા મનમાં આવતા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે..

શું સાચે જ આ માટલા કચરામાંથી બને છે ?કે પછી કોઈ બીજી રીતે બને છે ? અને બીજી રીતે બને છે તો કઈ રીતે બને છે ?શું હાનિકારક કચરામાંથી સફેદ માટલા બની શકે છે ? આ પાણી પીવામાં આવે તો કેવા પ્રકારના રોગ થઈ શકે ?


આજ કાલ આ એક ન્યુઝ બહુ વાઈરલ છે. ટેકનોલોજી જેટલી માણસ માટે ઉપયોગી છે ક્યારેક તે જ હાનીકારક બની જાય છે. સોસીયલ મીડિયાનો ઉપયોગ તો સારા કામ માટે કરવો જોઈએ. અને તેના માટે જ તેની શોધ થઇ પણ આજ કાલ અમુક લોકો તેમાં ગમે તેવા ખોટા ન્યુઝ કોઈ પણ જાત ના નોલેજ વિના જ બેફામ પોસ્ટ કરી રહ્યા છે. અને હમણાં જ એક આવી ખબર કોઈક એ પોસ્ટ કરી હતી કે સફેદ માટલા એ ફેક્ટરી માંથી વધેલા કચરા માંથી બને છે. જેમાં પાણી નાખી ને પીવાથી ખુબ જ હાનીકારક સાબિત થઇ શકે છે.

પોસ્ટ કરનાર વિષે તો કોઈ જાણકારી નથી. પણ લોકો પણ બેફામ આવી ખબરો ને સેર કરે છે અને આં ન્યુઝ પણ ખુબ જ વાઈરલ થઈ અને લોકો આવું માનવા પણ મંડ્યા કે સાચે આવું જ હશે સફેદ માટલા ફેક્ટરી માંથી નીકળતા કચરા માંથી બને છે.

Health : શું તમે ફોન ને Toilet માં લઈ જાવ છો ? આ બીમારીનું છે મુખ્ય કારણ


આ સાચી માહિતી લોકો સુધી પહોંચે તે માટે અમે આ માહિતી આપને જણાવીએ છીએ કે, તમને જણાવી દઈએ કે આ મેસેજ એક અફવા છે…

આ વાત ની જડ સુધી પહોચવા માટે અમુક લોકો એક ફેમસ માટલા બનાવવા વાળા ભાઈ પાસે ગયા અને ત્યાં જઈ અને પુછતાછ કરી કે શું છે આ વાત ની હકીકત ?

હાલ ઘણા મેસેજ WhatsApp માં ફરે છે, કે સફેદ માટલાનું પાણી પીવું જોઈએ નહિ પણ શું આ ખરેખર સાચું છે ?

જાણો ! સત્ય હકિકત અને પછી સેર કરશો…

તે કોઈ જાણ્યા વિના આ મેસેજને સેર કરી રહ્યા છે, ત્યારે આ કામ કરતા એક ભાઈ એ કહ્યું કે આ માટલામાં કાળી માટી જ ઉપયોગમાં લેવામાં આવી છે જયારે આ કાળી માટીને ૯૦૦ ડિગ્રીથી ઉપર પકવવામાં આવે છે ત્યારે આ કાળી માટી માંથી સફેદ માટી થઇ જાય છે આમાં કોઇપણ પ્રકારની રાસાયણિક કચરો કે બીજું કઈ પણ ઉપયોગ કરવામાં આવતો નથી અને આ મેસેજ સફેદ માટલામાં પાણી પીવું જોઈએ નહિ તેવો આ મેસેજ તદ્દન ખોટો છે અને આ મેસેજથી ખુબ જ દુખ છે અને નાના માણસો જે માટલા બનાવે છે તેને નુકસાન પણ થયું છે અને આ જ પ્રક્રિયાને તમે રૂબરૂ જોઈ શકો છો,

Health Tips : 10 સંકેતો જે તમને તમારા બાળકને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે

વીટીવીની ટીમ પણ આ બાબતે ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટ પર પહોંચીને તપાસ કરી હતી, આ તપાસમાં સ્પષ્ટ થયું છે કે આ માટલા ગુજરાત ફર્ટીલાઇઝર કંપનીમાંથી કાઢી નાખેલા કચરા માંથી નથી બનતું. તે સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ નથી તેથી આ વાયરલ મેસેજ તદન ખોટો છે,

આ માટીના ઘડાના  ફાયદા:

માટીના વાસણમાંથી પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનું તાપમાન સામાન્ય કરતા થોડું ઓછું હોય છે, જે ઠંડક આપે છે. તે પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે. આ પીવાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ પણ વધે છે.

રેફ્રિજરેટરના પાણી કરતાં તે વધુ ફાયદાકારક છે કારણ કે તેનું સેવન કરવાથી કબજિયાત અને ગળા જેવી સમસ્યાઓ થતી નથી. આ સિવાય ફક્ત પોટી પાણી જ શરીરને ઠંડુ પાડે છે.
reporter17.com