PMAY Urban 2.0: મુખ્ય હકીકતો અને લક્ષ્યાંક
કેન્દ્રીય કેબિનેટે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 ને મંજૂરી આપી છે, જેનો અમલ ૧ સપ્ટેમ્બર ૨૦૨૪ થી ૫ વર્ષ માટે કરવામાં આવશે. આ યોજનાનો મુખ્ય હેતુ ૧ કરોડ શહેરી પરિવારોને સસ્તું ઘર પૂરૂં પાડવાનો છે. આ માટે સરકાર રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને બેંકો (PLIs) દ્વારા નાણાકીય સહાય પૂરી પાડશે.
લાભાર્થી પરિવારની વ્યાખ્યા:
- લાભાર્થી પરિવારમાં પતિ, પત્ની, અપરિણીત પુત્રો અને/અથવા અપરિણીત પુત્રીઓનો સમાવેશ થાય છે.
- EWS/LIG/MIG કેટેગરીના પરિવારો જે શહેરી વિસ્તારમાં રહે છે તેઓ પાત્ર છે.
- પરિવારના કોઈપણ સભ્યના નામે ભારતભરમાં ક્યાંય પણ પાકું મકાન (All-weather dwelling unit) હોવું જોઈએ નહીં.
યોજનાના ૪ મુખ્ય વર્ટિકલ્સ (Implementation Pillars)
સરકારે લાભાર્થીઓની જરૂરિયાત મુજબ ૪ અલગ અલગ વિકલ્પો આપ્યા છે:
- Beneficiary Led Construction (BLC): પોતાની જમીન પર મકાન બનાવવા માટે સહાય.
- Affordable Housing in Partnership (AHP): ખાનગી કે સરકારી ભાગીદારીમાં બનતા સસ્તા મકાનો.
- Affordable Rental Housing (ARH): કામદારો અને પરપ્રાંતિયો માટે સસ્તા ભાડાના મકાનો.
- Interest Subsidy Scheme (ISS): હોમ લોન પર વ્યાજમાં મોટી રાહત.
મકાનનું કદ અને સુવિધાઓ (Carpet Area & Amenities)
PMAY-U 2.0 હેઠળ બનતા મકાનોમાં ગુણવત્તા અને સુવિધાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે:
- દરેક મકાનનું ન્યૂનતમ કાર્પેટ એરિયા ૩૦ ચોરસ મીટર હોવું જોઈએ.
- રાજ્યોને ૪૫ ચોરસ મીટર સુધીનું કદ નક્કી કરવાની છૂટ છે, પરંતુ તેના માટે કેન્દ્ર સરકાર વધારાની નાણાકીય સહાય આપશે નહીં.
- મકાનમાં પાયાની નાગરિક સુવિધાઓ (પાણી, વીજળી, ડ્રેનેજ) અને સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવું અનિવાર્ય છે.
કોને મળશે પ્રાધાન્ય? (Special Preference Groups)
આ યોજનામાં સમાજના નબળા વર્ગોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે:
- પ્રાધાન્ય જૂથો: વિધવાઓ, એકલ મહિલાઓ, દિવ્યાંગો, વરિષ્ઠ નાગરિકો, ટ્રાન્સજેન્ડર અને SC/ST/લઘુમતી સમુદાયો.
- વિશેષ ફોકસ: સફાઈ કર્મીઓ, PM SVANidhi હેઠળના સ્ટ્રીટ વેન્ડર્સ, PM-Vishwakarma હેઠળના કારીગરો, આંગણવાડી કાર્યકરો અને બાંધકામ મજૂરો.
- ઝૂંપડપટ્ટી (Slums/Chawls) માં રહેતા લોકો માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે.
અરજી કરવાની પ્રક્રિયા અને સહાયની રકમ
સરકાર પ્રતિ યુનિટ ₹૨.૫૦ લાખ સુધીની આર્થિક સહાય પૂરી પાડશે. લાભાર્થીઓ સત્તાવાર પોર્ટલ pmay-urban.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. રાજ્ય સરકારો પ્રોજેક્ટ સાઇટ સુધીનું મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Trunk Infrastructure) પોતાના ખર્ચે પૂરું પાડશે.
Important Links
Apply Online : Click HereApplication Status : Click Here
Official Website : Click Here
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
જવાબ: ના, જો તમારી પાસે ભારતમાં ક્યાંય પણ પાકું મકાન તમારા અથવા તમારા પરિવારના નામે હોય, તો તમે આ યોજના માટે પાત્ર નથી.
જવાબ: આ યોજના ૧ સપ્ટેમ્બર ૨૦૨૪ થી શરૂ થઈ છે અને ૫ વર્ષ સુધી ચાલશે.
જવાબ: PMAY-U 2.0 હેઠળ સરકાર તરફથી પ્રતિ મકાન યુનિટ ₹૨.૫૦ લાખ સુધીની સહાય મળવાપાત્ર છે.


0 ટિપ્પણીઓ
આ post તમને કેવી લાગી ? તમારી વધુ માહિતી જોઈતી હોઈ તો Comment કરો