Type Here to Get Search Results !

ગુજરાત સરકાર જાહેર રજા અને મરજીયાત રજા લિસ્ટ 2024

રજાઓ માનવ જીવનને સંતુલિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. દરેક વ્યક્તિને આરામ કરવા અને તમામ કામમાંથી મુક્ત થવા માટે રજાઓની જરૂર હોય છે. તે દરેકના જીવનનો એક ભાગ બની જાય છે. સાંસ્કૃતિક, રાષ્ટ્રવાદી અને ધાર્મિક તહેવારોની ઉજવણી માટે જાહેર રજાઓ આપવામાં આવે છે. કેટલીક ક્ષણોમાં, સ્થાનિક તહેવારોની ઉજવણી કરવા માટે સ્થાનિક રજાઓ પણ આપવામાં આવે છે.

Gujarat sarkar holiday list 2024

ગુજરાત રાજ્યની રચના 1960માં થઈ હતી. ગાંધીનગર વ્યાપારી રાજધાની અમદાવાદ ગુજરાતની રાજધાની નજીક આવેલું છે. ગુજરાત સરકારે 2024 માટે જાહેર રજાઓ અને વૈકલ્પિક રજાઓ જાહેર કરી છે. સામાન્ય રીતે ગુજરાત સરકાર દ્વારા બીજા અને ચોથા શનિવાર અને રવિવારની રજાઓ આપવામાં આવે છે.

ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ(GAD) દ્વારા અગત્યના નિર્ણયો લેવામાં આવે છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી 2024 જાહેર કરેલ છે. વર્ષ 2023 પૂરું થતાં જ આગામી વર્ષમાં કેટલી જાહેર રજા અને મરજિયાત રજા મળે તેની માહિતી ઓફિશિયલ રીતે જાહેર કરવામાં આવી છે. આવનાર વર્ષ 2024 માં આવતા તમામ તહેવારોને ધ્યાનમાં રાખીને Gujarat Government Holiday List 2024 ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેંક માટે રજાઓનું લિસ્ટ 2024 જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાત સરકારની જાહેર રજા લિસ્ટ 2024

ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સામાન્ય રજાઓ એટલે કે જાહેર રજા લિસ્ટ 2024 બહાર પાડવામાં આવેલ છે. આ Public Holiday 2024 List મુજબ કુલ 25 રજાઓ જાહેર કરવામાં આવી છે.

ક્રમ તારીખ વાર જાહેર રજાનું નામ
1 26 જાન્યુઆરી 2024 શુક્રવાર પ્રજાસત્તાક દિન
2 08 માર્ચ 2024 શુક્રવાર મહા શિવરાત્રી (મહા વદ 13)
3 25 માર્ચ 2024 સોમવાર હોળી બીજો દિવસ (ધૂળેટી)
4 29 માર્ચ 2024 શુક્રવાર ગુડ ફ્રાઇડે
5 10 એપ્રિલ 2024 બુધવાર ચેટીચાંદ
6 11 એપ્રિલ 2024 ગુરૂવાર રમજાન ઈદ (ઈદ-ઉલ-ફિત્ર) (શવ્વાલ 1 લો)
7 17 એપ્રિલ 2024 બુધવાર શ્રી રામ નવમી (ચૈત્ર સુદ 9)
8 10 મે 2024 શુક્રવાર ભગવાન શ્રી પરશુરામ જયંતી (વૈશાખ સુદ 3)
9 17 જુન 2024 સોમવાર ઈદ-ઉલ-અદહા (બકરી ઈદ)
10 17 જુલાઈ 2024 બુધવાર મહોરમ (આશૂર)
11 15 ઓગસ્ટ 2024 ગુરૂવાર સ્વાતંત્ર્ય દિન
પારસી નૂતન વર્ષ દિન (પતેતી) (પારસી શહેનશાહી)
12 19 ઓગસ્ટ 2024 સોમવાર રક્ષાબંધન (શ્રાવણ સુદ 15)
13 26 ઓગસ્ટ 2024 સોમવાર જન્માષ્ટમી (શ્રાવણ વદ 8)
14 07 સપ્ટેમ્બર 2024 શનિવાર સવંત્સરી (ભાદ્રપદ સુદ 4) (ચતુર્થી પક્ષ)
15 16 સપ્ટેમ્બર 2024 સોમવાર ઈદ-એ-મિલાદુ-ન્નબી (બારા વફાત મહમદ પયંગબર સાહેબનો જન્મદિન)
16 2 ઓક્ટોબર 2024 બુધવાર મહાત્મા ગાંધીનો જન્મદિન
17 12 ઓક્ટોબર 2024 શનિવાર દશેરા (વિજયા દશમી) (આસો સુદ 10)
18 31 ઓક્ટોબર 2024 ગુરૂવાર સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ દિવસ
દિવાળી (દિપાવલી)
19 2 નવેમ્બર 2024 શનિવાર નૂતન વર્ષ દિન / વિક્રમ સંવત – 2081, બેસતું વર્ષ (કારતક સુદ 1)
20 15 નવેમ્બર 2024 શુક્રવાર ગુરુ નાનક જયંતી (કારતક સુદ 15)
21 25 ડિસેમ્બર 2024 બુધવાર નાતાલ

ગુજરાત સરકારની મરજિયાત રજા લિસ્ટ 2024

ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા દરેક મરજિયાત રજાઓ જાહેર કરવામાં આવેલ છે. જેમાં મરજિયાત રજા લિસ્ટ 2024 ની યાદી જાહેર કરેલ છે. જેમાં અંદાજિત 48 જેટલી મરજિયાત રજાઓની યાદી જાહેર કરવામાં આવેલ છે.

ક્રમ રજાઓનું નામ PDF ફાઈલની લિંક
1 જાહેર રજા લિસ્ટ 2024 Public Holidays 2024 PDF Download
2 મરજિયાત રજા લિસ્ટ 2024 Optional Holidays 2024 PDF Download
3 બેંક રજાઓ 2024 Bank Holidays 2024 PDF Download

બેંક રજાઓ 2024

ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બેંક રજાઓની યાદી 2024 પણ જાહેર કરવામાં આવેલ છે. બેંક રજા 2024 માં કુલ 20 જેટલી રજાઓ જાહેર કરેલ છે.

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!