રોહિત શર્માએ વર્લ્ડ કપ પહેલા ICC પાસે કરી આવી માંગ - જુઓ વિડિઓ

આ વખતે ભારતીય ટીમ World Cup (વર્લ્ડ કપ) 2023 Rohit Sharma (રોહિત શર્મા) ની આગેવાનીમાં રમશે. ભારતીય ટીમે વર્ષ 2019માં વિરાટ કોહલીની આગેવાનીમાં વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. જો કે આ વખતે વર્લ્ડ કપ 2023નો ટુર્નામેન્ટ ભારતમાં જ રમાડવામાં આવી રહ્યો છે, જે 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે.

રોહિત શર્માએ વર્લ્ડ કપ 2023 પહેલા ICC પાસે કરી આવી માંગ



મેગા ઈવેન્ટ પહેલા રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ક્રિકેટના અમુક નિયમો બદલવાની વાત કરી રહ્યો છે. તેમનું આ નિવેદન હાલ ક્રિકેતે જગતમાં ચર્ચાનો વિષય છે.

રોહિત શર્માએ આ નિયમમાં ફેરફારની માંગ કરી હતી

વર્લ્ડ કપ 2023ની શરૂઆત પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માનું એક નિવેદન સમાચારોમાં છે, જેમાં તે ક્રિકેટમાં સિક્સરના નિયમમાં બદલવાની વાત કરી રહ્યો છે. રોહિત શર્માનું માનવું છે કે બેટ્સમેન જેટલી લાંબી સિક્સર મારે છે, તેને સિક્સરની લંબાઈ પ્રમાણે રન મળવા જોઈએ. હકીકતમાં, તાજેતરમાં જ રોહિત શર્માએ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ વિમલ કુમારને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો.

જેમાં રોહિતને પૂછવામાં આવ્યું હતું કે, ક્રિકેટમાં એવો કયો નિયમ છે જેને તમે બદલવા માંગો છો? આ પ્રશ્નનો જવાબ આપતાં રોહિતે કહ્યું, 'રન સિક્સરની લંબાઈ પ્રમાણે આપવા જોઈએ. એક ઉદાહરણ આપતા તેણે કહ્યું કે જો સિક્સનું અંતર 90 મીટર હોય તો બેટ્સમેનને 8 રન મળવા જોઈએ, જ્યારે સિક્સની લંબાઈ 100 મીટર હોય તો બેટ્સમેનને 10 રન મળવા જોઈએ.


આ પહેલા પણ આવા નિવેદન આપી ચૂક્યા છે રોહિત શર્મા

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે રોહિત શર્માએ આવું નિવેદન આપ્યું હોય. તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ દરમિયાન પણ આવું જ એક નિવેદન આપ્યું હતું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હતી.

આ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ રોહિત શર્માએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં એક મેચ નહીં પરંતુ 3 મેચની સિરીઝ હોવી જોઈએ. તેમના આ નિવેદનની ખૂબ ચર્ચા થઈ હતી.

ટીમ ઈન્ડિયા 8 ઓક્ટોબરથી વર્લ્ડ કપમાં પોતાની શરૂઆત કરશે

રોહિત શર્મા પેહલીવાર વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કમાન સંભાળતો જોવા મળશે. ભારતીય ટીમ 8 વર્લ્ડ કપ માં પોતાના અભિયાનની શરૂઆત કરશે, જ્યાં તેનો સામનો વર્લ્ડ કપની સૌથી સફળ ટીમ એવી ઓસ્ટ્રેલિયા સામે હશે. આ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે.

તમારું શું માનવું છે આ નિયમ આવવો જોઈએ કે નહિ ? તો Comment માં અમને જણાવો 

Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ