Type Here to Get Search Results !

Navratri 2023: ગુજરાતના ક્યાં સિંગર ક્યાં શહેરમાં રમઝટ બોલાવશે? જુઓ લિસ્ટ

મનોરંજન સમાચાર 15 ઓક્ટોબર 2023 થી 24 ઓક્ટોબર 2023 સુધી Shardiya Navratri (શારદીય નવરાત્રિ) દરમિયાન માતાજીના દરબારને શણગારવામાં આવશે. નવરાત્રી વર્ષમાં ચાર વખત દેવીની પૂજા કરવા માટે ઉજવવામાં આવે છે, જેમાં બે ગુપ્ત નવરાત્રી અને બે સીધી નવરાત્રી છે. અશ્વિન મહિનામાં જે નવરાત્રી આવે છે તેને શારદીય નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં 9 દિવસ સુધી દેવી દુર્ગાના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન માં શક્તિની ઉપાસના કરનારાઓને ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી અને તેમની બધી મનોકામનાઓ પુરી થાય છે.

ગુજરાતના ક્યાં સિંગર ક્યાં શહેરમાં રમઝટ બોલાવશે?



ગુજરાતીઓ દર વર્ષે નવરાત્રીની આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે. એમા પણ જો પોતાના મનગમતા કલાકાર Garba (ગરબા) ગાવા આવે તો એ મજા જ કંઈક ઓર હોય છે. ત્યારે આ વખતે Famous Singers of Gujarat ગુજરાતના જાણીતા કલાકારો કઈ જગ્યાએ નવરાત્રીમાં પધારવાના છે અને ગરબા ગાવાના છે એ જાણી લો અહીં.

ગીતા રબારી

કચ્છી કોયલ તરીકે જાણીતા ગાયક કલાકાર ગીતાબેન રબારી આ નવરાત્રી મા મુંબઇ માં ગરબા પરફોર્મ આપનાર છે.

કિંજલ દવે

ચાર ચાર બંગડી વાળી ગાડી ગીતથી ફેમસ થયેલ ગાયક કલાકાર કિંજલ દવે આ નવરાત્રી મા બોરીવલી મુંબઇ મા ગરબા પરફોર્મ આપનાર છે.

સાગર પટેલ

માં ઉમિયા માતાજીના ભક્ત અને પાટીદાર ગાયક કલાકાર એવા સાગર પટેલ આ વખતે અમદાવાદ માં નિકોલ ખાતે સરદાર પાર્ટી પ્લોટમાં ગરબા પરફોર્મ આપનાર છે.

ઐશ્વર્યા મજમુદાર

ગરબા ના તાલે એકસાથે હજાર લોકોને ઝુમાવતા હોય એવા ગાયક કલાકાર એશ્વર્યા મજમુદાર આ નવરાત્રી મા બોરીવલી મુંબઇ મા ગરબા પરફોર્મ આપનાર છે.

કિર્તીદાન ગઢવી

નવરાત્રી હોય કે કોઇ પણ પ્રસંગ હોય જેના ગરબા પર લોકો સૌથી વધુ ઝુમે છે તેવા કીર્તીદાન ગઢવી આ નવરાત્રી મા તમામ દિવસ અમદાવાદના એસ.પી. રીંગ રોડ પર યોજાતા પાર્ટી પ્લોટ મા ગરબા પરફોર્મ આપનાર છે.

ફાલ્ગુની પાઠક

ગરબા ક્વીન તરીકે ઓળખાતી ફાલ્ગુની પાઠક આ નવરાત્રી મા બોરીવલી મુંબઇ મા યોજાતા પાર્ટી પ્લોટ માં ગરબા પરફોર્મ આપનાર છે.

જિગ્નેશ બારોટ

ગરબા માટે જાણીતા કલાકાર જિગ્નેશ કવીરાજ બારોટ આ નવરાત્રી મા તમામ દિવસ અમદાવાદ ના એસ.જી.હાઇવે પર ગોતા ક્રિકેટ ગ્રાઉન્ડ મા યોજાતા ગરબા મા પરફોર્મ આપનાર છે.

પાર્થીવ ગોહીલ

પાર્થીવ ગોહીલ આ નવરાત્રી મા ગોરેગાંવ મુંબઇ મા ગરબા પરફોર્મ આપનાર છે. આ વખતે પાર્થીવ ગોહીલ મુંબઇ મા ગુજરાત ની જેમ બૂમ પડાવશે.

ઓસમાણ મીર

ઓસમાણ મીર આ નવરાત્રી મા 15 થી 24 ઓકટોબર 2023 દરમિયાન કોરાકેન્દ્ર ગ્રાઉન્ડ બોરીવલી મુંબઇ મા ગરબા પરફોર્મ આપનાર છે.

અતુલ પુરોહિત

જેના ગરબા ના તાલે એકસાથે 40 થી 50 હજાર લોકો ઝૂમતા હોય તેવા ગરબા માટે ખૂબ જ ફેમસ અતુલ પુરોહિત દર વખત ની જેમ બરોડા ના સુપ્રસિદ્દ્ધ ગરબા યુનાઇટેડ વે ઓફ બરોડા મા ગરબા પરફોર્મ આપનાર છે.

આદિત્ય ગઢવી

ખૂબ જ સુરીલા ગાયક એવા આદિત્ય ગઢવી આ નવરાત્રી મા તમામ દિવસ એસ.એસ.ફાર્મ અમદાવાદ મા ગરબા પરફોર્મ આપનાર છે.

ઉમેશ બારોટ

ઉમેશ બારોટ આ નવરાત્રી મા તમામ દિવસો મા સુવર્ણ નવરાત્રી વેસુ સુરત ખાતે ગરબા પરફોર્મ આપનાર છે.

વિક્રમ ઠાકોર

સુપ્રસિદ્ધ કલાકાર વિક્રમ ઠાકોર આ નવરાત્રી મા ગાંધીનગર, પાટણ અને અમદાવાદ ના વિવિધ પાર્ટી પ્લોટ મા અલગ અલગ દિવસે ગરબા પરફોર્મ આપનાર છે.

અરવીંદ વેગડા

સુપ્રસિદ્ધ ગરબા કલાકાર અરવીંદ વેગડા નવરાત્રી મા અમદાવાદ ના અલગ અલગ પાર્ટી પ્લોટ મા ગરબા પરફોર્મ કરનાર છે.

વૈશાલી ગોહીલ

વૈશાલી ગોહીલ આ નવરાત્રીના તમામ દિવસો સુધી એપ્રીકોટ એસી ડોમ, રામકથા રોડ, કતારગામ સુરતમા ગરબા પરફોર્મ આપનાર છે.

પાર્થ ઓઝા

પાર્થ ઓઝા આ નવરાત્રી મા 15 થી 24 ઓકટોબર 2023 સુધી અમદાવાદ ના જુદા જુદા પાર્ટી પ્લોટ મા ગરબા પરફોર્મ આપનાર છે.

પ્રીતિ પિંકી

ગાયક કલાકાર પ્રીતિ પિંકી આ નવરાત્રી દરમિયાન 15 થી 24 ઓકટોબર સુધી MBMC ગ્રાઉન્ડ, સેવન સ્કવેર સ્કૂલની બાજુમાં, રામદેવ પાર્ક રોડ, મીરા રોડ, મુંબઈમા ગરબા પરફોર્મ આપનાર છે.

રાજેશ આહીર

ગાયક કલાકાર રાજેશ આહીર આ નવરાત્રી દરમિયાન 15 થી 24 ઓકટોબર સુધી શ્રી ખોડલધામ નવરાત્રી રાજકોટમા ગરબા પરફોર્મ આપનાર છે.

ઈશાની દવે

સુપ્રસિદ્ધ ગરબા કલાકાર ઈશાની દવે આ નવરાત્રી મા તા. 15 થી 23 ઓકટોબર સુધી અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ પાર્ટી પ્લોટ મા ગરબા પરફોર્મ કરનાર છે.

શ્યામલ-સૌમિલ-આરતી મુન્શી

શ્યામલ-સૌમિલ-આરતી મુન્શી આ નવરાત્રી મા તા. 15 થી 23 ઓકટોબર સુધી અમદાવાદના વિવિધ પાર્ટી પ્લોટ મા ગરબા પરફોર્મ કરનાર છે.

ભૂમિ ત્રિવેદી

ગાયક કલાકાર ભૂમિ ત્રિવેદી આ નવરાત્રી દરમિયાન 15 થી 23 ઓકટોબર સુધી બોરીવલી વેસ્ટ મુંબઈમા ગરબા પરફોર્મ આપનાર છે.

વનિતા પટેલ

સુપ્રસિદ્ધ ગાયક કલાકાર વનિતા પટેલ આ નવરાત્રી દરમિયાન 15 થી 24 ઓકટોબર સુધી જામનગરમા ગરબા પરફોર્મ આપનાર છે.

ઇસ્માઇલ દરબાર

સુપ્રસિદ્ધ ગાયક કલાકાર ઇસ્માઇલ દરબાર આ નવરાત્રી દરમિયાન 15 થી 24 ઓકટોબર સુધી મોડેલા મિલ કમ્પાઉન્ડ થાણે, મહારાષ્ટ્ર મા ગરબા પરફોર્મ આપનાર છે.

અલવીરા મીર

સુપ્રસિદ્ધ ગાયક કલાકાર અલવીરા મીર આ નવરાત્રી દરમિયાન 15 થી 24 ઓકટોબર સુધી જામનગર મા ગરબા પરફોર્મ આપનાર છે.

અલ્પા પટેલ

ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયક કલાકાર અલ્પા પટેલ આ નવરાત્રી દરમિયાન 15 થી 24 ઓકટોબર સુધી સુરતના મોટા વરાછામાં ગરબા પરફોર્મ આપનાર છે.

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!