Type Here to Get Search Results !

આજ ના 10 મોટા સમાચાર : અંબાલાલ પટેલની આગાહી 3 વાવાઝોડા થશે સક્રિય

આજે અમે તમારા માટે ગુજરાત તેમજ દેશ-વિદેશ 10 મોટા મોટા સમાચાર લઇ ને આવ્યા છીએ

આજ ના 10 મોટા સમાચાર


આજ ના 10 મોટા સમાચાર 

અંબાજી મંદિર પ્રસાદ, સિક્કમમાં ભયાનક પૂર, વર્લ્ડ કપમાં વસ્તુઓ લઇ જવાની મનાઈ અને એક માતા પોતાના જ બાળકનું માથું કાપી ખાઈ ગઈ જેવા સમાચાર લઇ આવ્યા છીએ તો ચાલો જોઈએ ટૂંકમાં સમાચાર.

અંબાલાલ પટેલની આગાહી ત્રણ વાવાઝોડા થશે સક્રિય

ભારતમાં October 2 થી 14 October ની વચ્ચે મોટું ચક્રવાત સક્રિય થવાનું આશા બંધાઈ રહી છે. જેના પગલે ગુજરાતમાં ફરી વરસાદ આવી શકે છે. બંગાળના ઉપસાગરમાં 3 October આસાપસ એક સિસ્ટમ સક્રિય થશે. October 6 થી 9 October સુધી બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. October ની શરુઆતમાં આ સિસ્ટમના લીધે પૂર્વ ભાગો માં વરસાદ થઇ શકે છે. એક પછી એક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે. બંગાળાનું ચક્રવાત પ્રતીકલાક 150 kmphની ઝડપે ફૂંકવાની શક્યતા છે. વધુ વાંચો 

અંબાજી પ્રસાદ વિવાદમાં નીલકંઠ ટ્રેડર્સના માલિકની ધરપકડ

અંબાજી યાત્રાધામ માં મોહનથાળના પ્રસાદમાં ઘીના સેમ્પલ ફેલ થયા મામલે અંબાજી પોલીસે ભેળસેળ વાળું ઘી પધારવનાર ઈસમ ની ધરપકડ કરી છે.

નિલકંઠ ટ્રેડર્સના માલિક જતિન શાહની ધરપકડ કરી છે. નિલકંઠ ટ્રેડર્સ એ મોહિની કેટરર્સને 300 ઘીના ડબ્બા સપ્લાય કર્યા હતા.

સિક્કિમમાં પૂરથી અત્યાર સુધીમાં 14નાં મોત

સિક્કિમમાં બનેલી વાદળ ફાટવાની ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.

જ્યારે 26 લોકો ઘાયલ થયા છે. ભારતીય સેનાના 20 થી વધુ જવાનો સહિત 102 લોકો હજુ લાપતા છે.

વર્લ્ડ કપમાં ઝંડો લઈ જઈ શકો પણ સ્ટીક નહીં

મેચ જોવા જતા પ્રેક્ષકો માટે પણ કેટલાક નિયમો જાહેર કરાયા છે.

પ્રેક્ષકો સ્ટેડિયમમાં દેશના ઝંડા લઈ જઈ શકશે પરંતુ સ્ટિક નહીં

પાણીની બોટલ અને નાસ્તો પણ નહીં લઇ જઈ શકે.

સ્ટેડિયમમાં મેચ જોવા આવતા દર્શકો માટે પીવાના પાણીની નિઃશુલ્ક વ્યવસ્થા

માતાએ 5 વર્ષના પોતાના પુત્રનું માથું ખાઈ ગઈ

ઉત્તર ઇજિપ્તના ફેક્સમાં માતાએ પોતાના બાળકને મોતને ઘાટ ઉતારી માથાનો ભાગ ખાઈ ગઈ.

મહિલાએ કહ્યું, "હું મારા પુત્રને હંમેશા મારી સાથે રાખવા માંગતી હતી." મહિલા તેના પતિથી અલગ રહેતી હતી.

સુરતમાં વધુ એક યુવાનને હાર્ટ એટેક ભરખી ગયો

સુરતના પાલનપુરમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન યુવકને હાર્ટ અટેક આવતા મોત થયું હતું.

યુવકના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. યુવક નવરાત્રિ બાદ અભ્યાસ માટે લંડન જવાનો હતો.

જાપાનમાં ભૂંકપનો આંચકો અને સુનામી ના આસાર

જાપાનમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેની તીવ્રતા 6.6ની નોંધાઈ હતી.

ભૂકંપ એટલો ભયાનક હતો કે સરકારે ચેતવણી આપી છે કે બહારના ટાપુઓ પાસે સુનામી આવી શકે છે એલર્ટ રેહવું.

સુરતમાં શિક્ષકે વિદ્યાર્થિનીને શારીરિક અડપલાં કર્યા

સુરતમાં  આવેલ કાપોદ્રામાં શિક્ષક હેવાન બની ને વિધાર્થીની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે.

સીમાડા નાકા પાસે આવે સ્કૂલમાં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાને શારીરિક અડપલાં કરતો અને આપઘાતની ધમકી આપી સબંધ રાખવાનું દબાણ કરતો.

હાલ પોલીસે આરોપી ને પકડી વધુ તપાસ શરૂ કરી.

અમદાવાદ પોસ્ટ ઓફિસમાં ડ્રગ્સ કેસ માં મોટો ખુલાસો

અમદાવાદની પોસ્ટ ઓફિસમાંથી વિદેશી ડ્રગ્સ મામલે સાયબર ક્રાઈમની તપાસમાં મોટો ખુલાસો થયો છે.

સાયબર ક્રાઈમની તપાસમાં ખુલાસો થયો છે કે પકડાયેલા વિદેશી ડ્રગ્સ માં વિઝા પર આવેલો રશિયન નાગરિક ડ્રગ્સની હેરાફેરી કરતો હતો.

Google Pixel 8 સિરીઝ લોન્ચ

ગૂગલે નવા 2 ફોન કર્યા લોન્ચ Pixel 8 અને Pixel 8 Pro જેની શરૂઆતની કિંમત Rs 75,999 અને Rs. 1,06,999 રૂપિયા છે.

આ સાથે તેને એક Smart watch પણ લોન્ચ કરી છે જેની કિંમત આશરે 39000 હાજર આસપાસ છે

Tags

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!