આજ ના બ્રેકીંગ ન્યૂઝ । Gujju Samachar

 આજ ના બ્રેકિંગ ન્યૂઝ 28-10-2023 જુઓ આજના મુખ્ય સમાચાર જેમાં તમને મુખ્ય સમાચારો જાણી શકશો. તો ચાલો જોઈએ આજના દેશ - વિદેશ અને ગુજરાત ના તમામ મુખ્ય સમાચાર

આજ ના બ્રેકીંગ ન્યૂઝ 28-10-2023


ગુજરાત: નકલી સરકારી કચેરી ઝડપાઇ

  • વાત કરીયે તો ગુજરાતના છોટાઉદેપુર ના જીલ્લાના પ્રયોજના વહીવટદારની કચેરીમાં આશરે છેલ્લા 2 વર્ષથી નકલી કચેરી ઝડપાઇ હતી. 
  • આ નકલી કચેરીમાં આરોપી ઓ એ નકલી અધિકારીના સિક્કા બનાવી નાખી ને આશરે 4,15,54,915 કરોડ ના આશરે 93 જેટલા કામોમાં કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે.
  •  હાલ આરોપી ને પોલીસ એ ધરપકડ કરી ને આગળની કાર્યવાહી કરી છે.

ભારતના દિગ્ગ્જ પૂર્વ ક્રિકેટર ચૂંટણી લડશે 

  • તેલંગાણામાં 30 નવેમ્બરે યોજાનારી વિધાનસભા ની ચૂંટણી માટે કોંગ્રેસે પાર્ટી એ એના 45 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં એક ચોંકવનારું નામ બહાર આવ્યું છે.
  • તેલંગાણામાં વિધાનસભા ની ચૂંટણી ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે.

વાવાજોડાની અસર થી આ રાજ્યોમાં વરસાદ ની શક્યતા

  • હવામાન વિભાગે વાવાજોડા 'હામૂન' ને લઇ ને એક અપડેટ જારી કર્યું છે. જેમાં  નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય,મિઝોરમ અને ત્રિપુરા માં ભારે વરસાદની શક્યતા નું અનુમાન લગાવ્યું છે
  • હવામાન નિષ્ણાત અંબાલાલ જીવાભાઈ પટેલે અનુસાર કે, ફેબ્રુઆરી 5  આજુબાજુ  ઠંડક આવશે. આ સખત ટાઢ હોઈ શકે છે. જેમાં મહત્તમ તાપમાન અનુમાન અનુસાર 21-22 ડિગ્રી રહે અને લધુત્તમ તાપમાન 8 ડિગ્રી આજુબાજુ રહેવાની આશા છે. આમ, ફેબ્રુઆરી માસ ઠંડો રહેશે અને ઉત્તરીય પર્વર્તીય ના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ શકે છે..

મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી

  • Reliance Industries ના ચેરમેન માલિક Mukesh Ambani ને Email માં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
  • ધમકી આપનાર વ્યક્તિએ Email દ્વારા Mukesh Ambani પાસે 20 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.

ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષા પહેલા મોટો નિર્ણય

  • Gujarat Education Board દ્વારા 2024 માં લેવાનારી બોર્ડની પરીક્ષાની ફીમાં 10% નો વધારો કરવામાં આવ્યો છે.
  • ધોરણ 10 માં Rs. 35 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહમાં Rs. 50 નો વધારો કરવામાં આવ્યો છે.

દિલ્હીમાં OYO રુમમાં પ્રેમી યુગલનો આપઘાત

  • દિલ્હીના જાફરાબાદમાં OYO hotel માં કપલ checkout સમયે હોટેલ રૂમમાંથી બહાર ન આવ્યું ત્યારે હોટલ સ્ટાફને મનમાં શંકા થઇ.
  • હોટલ સ્ટાફે પોલીસને જાણ કરી પછી હોટલ સ્ટાફે રૂમનો દરવાજો ખોલ્યો તો બંને કપલ મૃત હાલતમાં મળી આવ્યા હતા.

સગાઈના 1 દિવસ પૂર્વે યુવતીનું અકસ્માતમાં મોત

  • પ્રતાપગઢમાં બુલેટ સવારની ટક્કરથી એક યુવતીનું શુક્રવારે મોત થયું હતું.
  • સગાઈના એક દિવસ પહેલા બાઇકની ટક્કરમાં ઇજાગ્રસ્ત થતાં યુવતિનું મોત થતાં પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા.
Reactions

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ