બ્રેકીંગ ન્યૂઝ : કેનેડામાં રહેતા ભારતીયો માટે સરકારે જાહેર કરી એડવાઈઝરી

ભારત અને કેનેડા ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે ભારતે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો માટે મોટો ઝટકો આપ્યો છે અને ત્યાં ભારતના દેશવાસીઓ ને સાવધાની રાખવાનું જણાવવામાં આવ્યું છે. જાણો શું શું ધ્યાન રાખવાની એડવાઈઝરી જાહેર થઇ છે.

કેનેડામાં રહેતા ભારતીયો માટે સરકારે જાહેર કરી એડવાઈઝરી


કેનેડામાં વધી રહેલી ભારત વિરોધી ગતિવિધિઓ, ગુનાહિત હિંસા અને નફરતના ગુનાઓને ધ્યાનમાં રાખીને ભારતીયોને અત્યંત સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.

  • કેનેડામાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જાહેર
  • ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને આપી ખાસ સલાહ
  • 'અત્યંત સાવધાની રાખો', ભારત સરકારની કેનેડામાં રહેતા ભારતીયો સલાહ 

ભારતીયો માટે સરકારે શું જાહેર કરી એડવાઈઝરી

વિદેશ મંત્રાલયે કેનેડામાં રહેતા અથવા પ્રવાસ કરતા ભારતીયો અને ભારતીય વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જારી કરી છે. કેનેડામાં વધતી જતી ભારત વિરોધી ગતિવિધિઓ, ગુનાહિત હિંસા અને નફરતના અપરાધોને ધ્યાનમાં રાખીને ભારે તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.



એડવાઈઝરીમાં ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કરવા બદલ ભારતીય રાજદ્વારીઓ અને ભારતીયોના એક વર્ગને નિશાન બનાવવાનો પણ ઉલ્લેખ છે. કેનેડામાં જ્યાં આવી ઘટનાઓ બની હોય તેવા સ્થળોએ મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. કેનેડામાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય વિદ્યાર્થીઓને વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ભારતીયો અને ભારતીય વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ મડાડ એપ દ્વારા ઓટ્ટાવા ઈન્ડિયન હાઈ કમિશન/વેનકુવર/ટોરોન્ટો કોન્સ્યુલેટમાં નોંધણી કરાવે.

કેમ કેનેડામાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જાહેર ?

હાલ ભારત અને કેનેડા સંબંધોમાં તણાવની સ્થિતિ છે અને કેનેડા એ ભારત પર ખાલીસ્તાની નેતા નિજજર ની હત્યામાં આરોપ લગાવ્યો છે ત્યાર થી સતત તણાવની સ્થિતિ છે એવામાં સરકાર ને ભૂતકાળ માં ભારત વિરોધી ગતિવિધીઓ અને વધી રહેલા અપરાધોની ઘટનાઓ લઈને સરકારે ત્યાં રહેતા ભારતીયોને એડવાઇઝરી જાહેર કરી છે .


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ