Gujju Samachar આ ઘરમાં નથી વીજળી, પાણી કે ગટરનું કનેકશન - જુઓ વિડિઓ | Gujju Samachar

બ્રેકીંગ ન્યૂઝ WhatsApp પર મેળવવા ગ્રુપ જોઈન કરો Join Now!


આ ઘરમાં નથી વીજળી, પાણી કે ગટરનું કનેકશન - જુઓ વિડિઓ



Surat Eco House સુરતમાં એક House છે જેમાં કોઈપણ પ્રકારના કનેક્શન નથી. જેવાકે વીજળી, પાણી કે ગટર છતાં પણ આખું વર્ષ ત્યાં બધું જ નોર્મલ ચાલે છે. આજે આમે એક એવા ઘરની વાત કરીશું જે જાણીને તમને વિશ્વાસ નહિ આવે.

આ ઘરમાં નથી વીજળી, પાણી કે ગટરનું કનેકશન - જુઓ વિડિઓ



રોજિંદા જીવનની ધમાલથી ઘેરાયેલી જગ્યામાં રહેવાની કલ્પના કરો, એવી જગ્યા જેને તમે તમારું અભયારણ્ય કહી શકો. સ્નેહલ પટેલે હંમેશા Eco House કુદરતની ગોદમાં ઘરની કલ્પના કરી હતી. અને છેલ્લા આઠ વર્ષથી સુરત સ્થિત મિકેનિકલ એન્જિનિયર આવા ઘરમાં રહે છે.

ઘરમાં થિયેટરનો આનંદ માણો બસ આ એક ડિવાઇસ લઇ આવો

તેનું ઘર સંપૂર્ણપણે બંધ છે અને તેમાં પાણીનો પુરવઠો નથી. તેના બદલે, તે પવન અને સૌર ઉર્જા જેવા પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો દ્વારા સંચાલિત છે, અને તેની પાણીની જરૂરિયાતો વરસાદી પાણીના સંગ્રહ દ્વારા પૂરી થાય છે. વધુમાં, તમામ ગ્રે વોટરનો ઉપયોગ શૌચાલયમાં થાય છે જ્યારે બ્લેક વોટર ફિલ્ટર કરીને કમ્પાઉન્ડમાં શાકભાજીના બગીચાને પાણી આપવા માટે વપરાય છે.

Surat Eco House

30-પોઇન્ટનો ડ્રાફ્ટ હતો જ્યાં તેણે તેની તમામ જરૂરિયાતો સૂચિબદ્ધ કરી હતી. આર્કિટેક્ટ ફાલ્ગુની દેસાઈ કે જેઓ ગ્રીન ઈમારતોનું નિર્માણ કરતા હતા તેમણે તેમના વિચારોને જીવન આપ્યું.

Surat Eco House

સુરતનું આ ઘર 3.5 હેકટરના વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. આ ઘર એટલે ડાયમંડ સીટી માનવસર્જિત જંગલ સુરતમાં આવેલું છે. જે જંગલ નહિ પણ વાસ્તવમાં ઘર છે. ઘરની ફરતે એટલી વનસ્પતિનું વાવેતર કર્યું કે કોઈને પણ તે જંગલજ લાગે.

Surat Eco House

આ ઘરની ફેસિલિટી એટલી જોરદાર છે કે જે જાણીને ભલભલા આચર્યચકિત થઈ જાય છે. 20 વર્ષ પહેલાં રોપેલાં છોડ હાલમાં મોટા મોટા વૃક્ષ બની ગયા છે. આ ઘરના માલિક સ્નેહલભાઈ પટેલ છે. હાલો જાણીએ ઘરની કેટલીક અજાણી વાતો.

Surat Eco House

આ No Water, Electricity or Sewer Connection in House. (ઘરમાં પાણી, વીજળી કે ગટર આ ત્રણેયના કનેક્શન નથી.) આ ઘરમાં 70 પ્રકારના વૃક્ષો જોવા મળે છે. જેમાં અનેક જાતના પંખી અને પતંગિયાએ પોતાના ઘર બનાવ્યા છે. આ ઘર માટે જ્યારે આ જગ્યા લીધી ત્યારે તે એકદમ ખાલી હતું ત્યાં એકપણ વૃક્ષ નહોતા લીધા બાદ ત્યાં જેટલા પણ વૃક્ષ વાવ્યા તે બધા દેશી વૃક્ષ છે. આ દેશી વૃક્ષને કારણે પક્ષી અને પતંગિયાને ખાવાનું મળી રહે છે. તેથી આ ઘરમાં 45 જાતના પક્ષી અને 30 જાતના પતંગિયા જોવા મળે છે. આ ઉપરાંત ત્યાં મોસમ મુજબ વિદેશી પક્ષી પણ આવે છે.

Surat Eco House

ઘરની અંદર વપરાતા વીજળી માટે ઘરમાં સોલાર પેનલ લગાવવામાં આવી છે સાથે સાથે એક વીન્ડ જનરેટર પણ લગાવવામાં આવ્યું છે. વીન્ડ જનરેટર એટલા માટે કે ચોમાસા દરમ્યાન સોલાર પૂરતા પ્રમાણમાં વીજળી જનરેટ કરી ના શકે એટલે વીન્ડ જનરેટર લગાવવામાં આવ્યું છે. ચોમાસામાં આખો દિવસ ખૂબ ઝડપથી પવન ફૂંકાતો હોય છે જે વીન્ડ જનરેટર માટે ખૂબ સારું છે. ઘરની ઇલેક્ટ્રિક કાર પણ સોલાર પાવરથીજ તે ચાર્જ કરવામાં આવે છે.

Surat Eco House

ઘરની અંદર વપરાતા પાણી માટે પણ કોઈ કનેક્શન નથી. ચોમાસામાં જે વરસાદ પડે તે પાણીનો સંગ્રહ કરી ને આખું વર્ષ તે પાણીનો વપરાશ કરવામાં આવે છે. પાણી નો સંગ્રહ કરવા માટે ઘરમાં 2 લાખ લીટરનો ટાકો છે. વોશિંગ મશીનમાં આખા વર્ષ દરમ્યાન જે 200 થી 300 લીટર પાણી વપરાય તેને તે અલગ રાખી ને ટોઇલેટના ફ્લશમાં વાપરે છે જેથી પાણી નો વધારેમાં વધારે ઉપયોગ થાય અને એ પાણી વેડફાય નહિ.

આ માટે ઘરમાં પાઈપિંગ એવું કરવામાં આવ્યું કે વોશિંગ મશીનનું પાણી એક નીચે ટાકી માં જાય છે ત્યાંથી તે ઉપરની ટાંકીમાં જાય છે અને ત્યાંથી આખા ઘરના ટોઇલેટમાં જાય છે. આ બધું પાણી ત્યારબાદ તેનું ફરી રિસાયકલિંગ થાય છે.

Surat Eco House

આ પાણી થ્રિટોપ પદ્ધતિ દ્વારા રેતીના કણ માંથી પસાર કરીને આગળ ફરી સારું થાય છે. ત્યાં તેને પાણીની વનસ્પતિ વાવી છે જેવીકે જલકુંભી જેનાથી પાણી સાફ થાય છે અને તેમાં પાણીમાં માછલીઓ રહે છે જે જીવતી રહે છે એટલેકે પાણીમા પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે.

આ પક્ષી કોઈપણ અવાજની નકલ કરી શકે છે - જુઓ વિડિઓ

ઘરની ડિઝાઈન એવી રીતે બનાવવામાં આવી છે કે બહારનું ટેમ્પરેચર અને ઘરની અંદરનું ટેમ્પરેચરમાં 4 થી 5 ડિગ્રીનો તફાવત જોવા મળે છે. જેનું રિઝન એ છે કે ઘરની ચારેય બાજુ ગ્રીનરી છે અને ઘરના છત પર પણ વેલ ચડાવી દીધી છે એટલે ઘર પર ડાયરેકટ સનલાઈટ નથી લાગતો. આ ઉપરાંત ઘરની જે દીવાલ છે તે હોલો વોલ છે. હોલો વોલ એટલે દીવાલમાં બે ઈટ વચ્ચે જગ્યા હોય મતલબ ત્યાં હવા ભરાય છે જે બહારનું તાપમાન અંદર આવતા અટકાવે છે. બહારની બાજુ ગમે તેટલો તડકો લાગે તે અંદરની બાજુ તેની અસર થતી નથી.

🚨 : Warning : 🚨

અમારી પોસ્ટ/ફોટો/કન્ટેટ વાપરતા લોકો એ ક્રેડિટ (Backlink) આપવી જરૂરી છે. નક્કર મુશ્કેલીમાં મુકાઈ શકો છો. અમે આશા રાખીયે છીએ અમારી મેહનત ને તમે Credit જરૂર આપશો.

Note :
(નોંધ – આ લેખમાં દર્શાવવામાં આવેલી માહિતી સામાન્ય વિગતોને આધારે છે. કોઈપણ વસ્તુ અપનાવતા પહેલા નિષ્ણાતોની સલાહ લો. gujjusamachar.com આની પુષ્ટિ કરતું નથી અને જવાબદાર રહેશે નહિ. આ કોઈ ડોક્ટરની સલાહ નથી. અમારો હેતુ માત્ર તમને સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવવાનો છે)
Disclaimer:
The views and opinions expressed in article/website are those of the authors and do not Necessarily reflect the official policy or position of gujjusamachar.com. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, Company, individual or anyone or anything.