Type Here to Get Search Results !

આજથી બદલાઈ રહ્યા છે આ નિયમો, સીધી અસર થશે તમારા ખિસ્સા પર

 આજથી બદલાઈ ગયા બૅન્કિંગ સહિતના અનેક નિયમો, મિડલ ક્લાસના ખિસ્સા પર પડશે સીધી અસર

આજથી બદલાઈ રહ્યા છે આ નિયમો, સીધી અસર થશે તમારા ખિસ્સા પર


પહેલી માર્ચથી આ જીવન જરૂરીયાતની વસ્તુઓના ભાવ વધ્યા છે. જાણો વિગતવાર

દર મહિનાની પહેલી તારીખે ઘણા એવા બદલાવ થાય છે જેથી તમારા ખિસ્સા પર સીધી અસર પડે છે. બેંકિંગ નિયમથી લઈને એલપીજી સીલીન્ડરની કિંમતમાં પહેલી તારીખે બદલાવ થાય છે. આ વખતે એટલે કે માર્ચની પહેલી તારીખથી ઘણા મોટા બદલાવો થઇ રહ્યા છે જેથી તમારા ખિસ્સા ઢીલા થઇ શકે છે. આજથી કમર્શિયલ ગેસ સીલીન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો થયો છે. આ ઉપરાંત પણ આજથી ઘણા મોટા નિયમો બદલાયા છે. આવો જાણીએ આ નિયમો વિષ એ જે સીધા તમને પ્રભાવિત કરી શકે છે. 

અમૂલ દૂધ થયું મોંઘુ 

સતત વધતી મોંઘવારી વચ્ચે અમૂલે દૂધની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લીટર વધારો કર્યો છે. નવા દરો એટલે કે 1 માર્ચથી લાગુ થયા છે. અમૂલનો માલિકી હક રાખવાવાળી કંપાની ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની તરફથી જણાવવામાં આવ્યું છે કે 1 માર્ચથી આખા દેશમાં આ વધારો લાગુ થશે. 

IPPB ઇન્ડિયા પોસ્ટનાં વધ્યા ચાર્જ 

આઈપીપીબી એટલે કે ઇન્ડિયા પોસ્ટ પેમેંટ બેંકે પોતાના ડિજીટલ સેવિંગ્સ અકાઉન્ટ માટે ક્લોઝર ચાર્જ લેવાના શરુ કર્યા છે. જો તારું પણ બચત ખાતું ઇન્ડિયા પોસ્ટ પેમેંટ બેંકમાં છે તો તમારે પણ આ ચાર્જ ભરવો પડશે. આ માટે તમારે 150 રૂપિયા સાથે જીએસટી જોડીને ચાર્જ આપવો પડશે. આ નવો નિયમ 5 માર્ચ 2022થી લાગુ કરવામાં આવશે. 

જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની છેલ્લી તારીખ

પેન્શનર્સ માટે 28 ફેબ્રુઆરી લાઈફ સર્ટીફિકેટ જમા કરવાની અંતિમ તારીખ હતી. 1 માર્ચ એટલે કે આજથી સરકાર તરફથી આપવામાં આવેલ છૂટ સમાપ્ત થઇ જશે. પેન્શન હંમેશા મેળવવા માટે જરૂરી છે કે પેન્શનર્સ પોતાનું જીવન પ્રમાણ પત્ર સમય પર જમા કરાવે. સામાન્ય રીતે જીવન પ્રમાણ પત્ર જમા કરાવવાની અંતિમ તારીખ 30 નવેમ્બર હોય છે પરંતુ સરકારી પેન્શનભોગીઓ માટે મોટી રાહત આપતા આ વર્ષે બે વાર તારીખ વધારવામાં આવી. જો તમે સમય સીમા પહેલા જીવન પ્રમાણ પત્ર જમા નથી કરાવ્યું તો તમારું પેન્શન અટકી જશે. તમે ઘર બેઠા પણ જીવન પ્રમાણ પત્ર જમા કરાવી શકો છો. આ માટે તમારે ડીજીટલ જીવન પ્રમાણ પત્ર જનરેટ કરાવવું પડશે. 

LPG નાં વધ્યા ભાવ 

દર મહિનાની પહેલી તારીખે એલપીજી સીલીન્ડરની કિંમત જાહેર થાય છે. ગેસ સીલીન્ડરની કિંમત સીધી સામાન્ય માણસ પર અસર કરે છે. હાલમાં ઘણા મહીનાની જેમ આ વખતે પણ ઘરેલું રસોઈ ગેસની કિંમતોમાં બદલાવ થયા નથી. પરંતુ એક માર્ક એટલે કે આજથી કમર્શિયલ ગેસ સીલીન્ડરની કિંમતોમાં 105 રૂપિયાનો વધારો થયો છે. 

DBS બેંક ઇન્ડિયા લિમિટેડનો બદલાયો IFSC કોડ 

આજથી થઇ રહેલ બદલાવોમાં એક ડીબીએસ બેંક ઇન્ડિયા લિમિટેડ તથા લક્ષ્મી વિલાસ બેંકના IFSC કોડ પણ છે. 28 ફેબ્રુઆરી 2022થી જુના કોડ બદલાયા છે. ગ્રાહકોને 1 માર્ચ 2022થી NEFT/RTGS/IMPS નાં માધ્યમથી પૈસાની લેવડ દેવડ માટે નવા કોડનો ઉપયોગ કરવો પડશે.

ATM માં ​​રોકડ ભરવાના નિયમો

બેંકોના ATMમાં કેશ ભરવાના નિયમો માર્ચમાં બદલાવા જઈ રહ્યા છે. નોંધપાત્ર રીતે, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંકો માટે ATMમાં રોકડ ભરવા માટે માત્ર લોકેબલ કેસેટનો ઉપયોગ લાગુ કરવાની છેલ્લી તારીખ માર્ચ 2022 સુધી લંબાવી છે. હાલમાં, મોટાભાગના એટીએમ (ઓટોમેટેડ ટેલર મશીન)માં ઓપન કેશ ટોપ-અપ અથવા ઓન-ધ-સ્પોટ મશીનમાં રોકડના ઇન્જેક્શન દ્વારા રોકડ ભરવામાં આવે છે. એટીએમમાં ​​રોકડ વિતરિત કરવાની હાલની પ્રણાલીને દૂર કરવા માટે, આરબીઆઈએ બેંકોને એ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે કે એટીએમમાં ​​રોકડની ભરપાઈ કરતી વખતે ફક્ત લોક કરી શકાય તેવી કેસેટનો ઉપયોગ કરવામાં આવે.
Tags

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!