Gujju Samachar WhatsApp નો નવો ફીચર ! હવે એક WhatsApp બે ફોનમાં ચલાવો | Gujju Samachar

બ્રેકીંગ ન્યૂઝ WhatsApp પર મેળવવા ગ્રુપ જોઈન કરો Join Now!


WhatsApp નો નવો ફીચર ! હવે એક WhatsApp બે ફોનમાં ચલાવોએક જ વોટ્સએપ નંબરને બે અલગ અલગ મોબાઈલ પર કઈ રીતે ચલાવશો?

વોટ્સએપ ને કોમ્પ્યુટર થી કઈ રીતે ચલાવવું એ તો શીખવાડેલું. એ પણ શક્ય છે અને શીખવીશું કે એક જ મોબાઈલ પર બે વોટ્સએપ એકાઉન્ટ કઈ રીતે ચલાવવા. પણ અત્યારે વાત થઇ રહી છે, એક જ વોટ્સએપ નંબર ને બે અલગ અલગ મોબાઈલ પર ચલાવવો.એક જ વોટ્સએપ ને બે જગ્યાએ ચલાવવાની જરૂર ક્યારે પડે?

1) એક મોબાઈલ ઘરે રાખતા હોઈએ અને બીજો ઓફિસે

2) પતિ પત્ની બંને એક જ વોટ્સએપ યુઝ કરતા હોય


3) જયારે એક મોબાઈલ માં કીબોર્ડ ના ફાવતું હોય પણ દેખાવ એ મોબાઈલ નો જ સારો હોય 

આ સિવાય તો બીજા કોઈ કારણ દેખાતા નથી કે આવી જરૂર પડે.

અચ્છા હવે વાત એમ છે કે આ જાદુ કરવો કઈ રીતે?

અઘરી રીત છે એક, પણ એ રીત સમજાવવી પણ અઘરી છે, અનુસરવી પણ અઘરી છે અને અનુસર્યા પછી સફળતા મળશે કે નહિ એ પણ એક પ્રશ્ન છે.

એટલે આપણે એ માથાકૂટ માં નહિ પડતા, સરળ રસ્તો અપનાવીએ.

એક જ વોટ્સએપ નંબર ને બે અલગ અલગ મોબાઈલ ફોન માં ચલાવવાની રીત

બસ હવે કરો મોજેમોજ. તમારા બંને ફોન માં એક જ વોટ્સએપ ચાલુ રહેશે. આ જ વસ્તુ ટેબલેટ માં પણ કરી શકાય છે.
1) તમારા જે ફોન માં વોટ્સએપ એપ્લીકેશન છે એ અપડેટેડ ના હોય તો અપડેટ કરી દો
2) તમારા બીજા ફોન માં કે જ્યાં તમારે આ સેઈમ વોટ્સએપ યુઝ કરવું છે, તે મોબાઈલ નું વેબ બ્રાવઝર ખોલો. (ગુગલ ક્રોમ , સફારી વિગેરે)
3) બ્રાવઝર ના સેટિંગ્સ માં જઈને “Desktop site” મોડ સિલેક્ટ કરો
4) જો ડેસ્કટોપ મોડ બરોબર એક્ટીવેટ થઇ ગયો હશે તો તમારા બ્રાવઝર માં QR કોડ દેખાશે (બાર કોડ જેવો કોડ)
5) તમારા પહેલા ફોન માં કે જ્યાં વોટ્સએપ ચાલતું હતું, ત્યાં વોટ્સએપ ના સેટિંગ્સ માં જઈને Whatsapp Web ક્લિક કરો એટલે QR કોડ સ્કેન કરવાનો મોડ આવશે
6) હવે, તમારા પહેલા ફોન ના કેમેરા થી બીજા ફોન માં કે જ્યાં QR કોડ દેખાય છે, એને સ્કેન કરો (કેમેરો એ કોડ ઉપર રાખો અને કોડ રીડ કરો )
7) જેવો કોડ સ્કેન થશે કે તમારા બીજા ફોન માં પણ સેઈમ વોટ્સએપ ચાલુ થઇ જશે.

પોસ્ટ ગમી હોય તો બીજા મિત્રો સાથે અચૂક શેર કરજો
ખાસનોંધ: આ લખાણની કોપી કરતા પહેલા અમારી મંજૂરી લેવી જરૂરી છે

Note :
Before adopting any health tips, consult a doctor. Because no one knows better than your doctor what is appropriate or how appropriate for your body
Disclaimer:
The views and opinions expressed in article/website are those of the authors and do not Necessarily reflect the official policy or position of gujjusamachar.com. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, Company, individual or anyone or anything.