
વૃદ્ધ મહિલાને ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે તપાસમાં આવ્યા હતા જેના કારણે હવે તેને પણ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.વૃદ્ધ મહિલાને ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે તપાસમાં આવ્યા હતા જેના કારણે હવે તેને પણ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાંત વૃદ્ધાને ચેક કરનાર એક ડોક્ટરને પણ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. સુરતથી આવેલ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અમરેલી જિલ્લામાં સુરતથી કોરોનાની એન્ટ્રી થઈ છે. ગ્રીન ઝોન ગણાતા અમેરિલામાં પ્રથમ કેસ આવતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે.
ગુજરાતની સરકારની વેબસાઈટ અનુસાર દ્વારકામાં અત્યાર સુધીમાં 740 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 11 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા નથી. દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1683 લોકો કોરેન્ટાઈન હેઠળ છે. ઉપરાંત જિલ્લામાં હજુ સુધી એકપણ વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું નથી.
12 મેના રોજ સાંજ સુધીમાં સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 24 લોકોનાં મોત થયા છે. જેમાંથી 4નાં મોત પ્રાથમિક રીતે કોવિડ-19નાં કારણે જ્યારે 20નાં મોત કોરોના સિવાય કોમોબીડીટી, હાઈરીસ્કની બીમારીના કારણે થયા છે. 24 પૈકી અમદાવાદમાં 21 અને રાજકોટ સુરત અને વડોદરામાં એક-એક મોત થયું છે.
રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ 8904 કોરોના કેસમાંથી 30 દર્દી વેન્ટિલેટર પર છે અને 5091 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 3246 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 119537 ટેસ્ટ થયા જેમાંથી 8904 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.
Note :
અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.
0 ટિપ્પણીઓ
આ post તમને કેવી લાગી ? તમારી વધુ માહિતી જોઈતી હોઈ તો Comment કરો