Type Here to Get Search Results !

Tech News : હવે ચોરાઇ ગયેલા અથવા ખોવાયેલા Mobile Phone શોધવાનું થયું સરળ, કરો આ સુવિધાનો ઉપયોગ

વધતા ક્રાઈમ અને ઓનલાઈન ફ્રોડના કારણે આજના સમયમાં Mobile Phone ગુમ થવો તમને મોટી મુશ્કેલીમાં નાખી શકે છે. જોકે હવે સરકારે આ સમસ્યા માટે એક વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે, જે ચોરી અથવા ખોવાયેલા Phone ને શોધવામાં મદદ કરશે. સોમવારે સંચાર અને સૂચના મંત્રી રવિશંકર પ્રસાદે યુઝર્સ માટે આ પોર્ટલને લોન્ચ કર્યું. હાલમાં આ પોર્ટલનો લાભ દિલ્હી-એનસીઆર અને મુંબઈના યુઝર્સને જ મળશે.


આ સિસ્ટમને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ (CDOT)એ તૈયાર કરી છે. તેને ડેવલપ કરવામાં દિલ્હી પોલીસ અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમે પણ CDOTની મદદ કરી. આ પ્રોજેક્ટનું ટેસ્ટિંગ આ વર્ષે જ સપ્ટેમ્બરમાં શરૂ થઈ ગયું હતું. આવો જાણીએ આ પોર્ટલની મદદથી તમે ગુમ અથવા ચોરી થયેલો Phone કેવી રીતે શોધી શકો છો.

આધાર કાર્ડ માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ કેવી રીતે મેળવી શકાય, મફતમાં


આ રીતે કરો પોર્ટલનો ઉપયોગ : Phone kevi rite sodhvo

- સૌથી પહેલા તમારા Mobile Phone ના ચોરી અથવા ગુમ થવાની ફરિયાદ નિકટના પોલીસ સ્ટેશનમાં નોંધાવો.

- નંબર બ્લોક થયા બાદ FIRની કોપી અને આઈડી પ્રૂફ સાથે નવા સિમ કાર્ડ માટે એપ્લાય કરો.

- હવે Phone ના IMEI નંબરને બ્લોક કરવા માટે ceir.gov.in પર જાઓ.

- આ પોર્ટલ પર તમારે રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રહેશે.

- આ બાદ તમને એક રિક્વેસ્ટ આઈડી મળશે.

- આ રિક્વેસ્ટ આઈડીનો ઉપયોગ તમે પોતાના Mobile Phone ને ટ્રેક કરવા માટે કરી શકો છો.

- Mobile Phone મળવા પર તમે બ્લોક કરાયેલા IMEIને અનબ્લોક કરીને ફરીથી પોતાના Mobile Phone નો ઉપયોગ કરી શકો છો.

ટેલિકોમ ઓપરેટર શેર કરે છે ડેટા

ખોવાયેલા અથવા ચોરી થયેલા Phone ને શોધવા માટે સેન્ટ્રલ આઈડેન્ટિટી રજીસ્ટ્રી સિસ્ટમ તૈયાર કરાઈ છે. તેની ખાસ વાત એ છે કે દેશના બધા ઓપરેટર્સનો IMEI ડેટાબેક કનેક્ટેડ છે. ટેલિકોમ ઓપરેટર CIRમાં પોતાના નેટવર્ક સાથે જોડાયેલા બધા યુઝર્સના Mobile Phone નો ડેટા શેર કરે છે, જેથી ચોરી અથવા ગુમ થવાની સ્થિતિમાં કોઈ અન્ય નેટવર્ક પર તેનો ખોટો ઉપયોગ ન કરી શકાય.

શું તમારી પાસે 2 કરતા વધારે બેંક એકાઉન્ટ્સ છે? જાણો થઈ શકે છે નુકસાન


IMEIથી ક્લોનિંગ પર લાગશે પ્રતિબંધ

બધા Mobile માં તેની ઓળખ માટે એક યુનિક IMEI નંબર હોય છે. આ નંબર રિપ્રોગ્રામેબલ (બદલી શકાય છે) હોય છે, જે કારણે ચોરી કરનારા તેને રિપ્રોગ્રામ કરી નાખે છે. આ કારણે IMEIનું ક્લોનિંગ થઈ જાય છે અને એક જ IMEI પર ઘણા Phone ઉપયોગ કરી શકાય છે. ટેલિકોમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટ મુજબ, આજની તારીખમાં ક્લોન/ડુપ્લિકેટ IMEI હૈંડસેટના ઘણા મામલા સામે આવે છે. જો એવામાં IMEI નંબર બ્લોક કરી દેવામાં આવે તો જેનો Phone ચોરી થયો છે, તેને પરેશાન થવું પડશે. આ કારણે ડુપ્લિકેટ અને ફેક IMEIવાળા Phone થી છુટકારો મેળવવાની જરૂર છે. તે સમસ્યા માટે આ પોર્ટલ શરૂ કરાયું છે.

https://www.reporter17.com/2020/01/government-launched-portal-to-track-missing-and-theft-mobile-phones.html

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!