ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની પ્રજા માટે મહત્વપૂર્ણ નિર્ણય આવ્યો છે. હવેથી નગરપાલિકા અને મહાનગરપાલિકાની હદમાં આવતાં વિસ્તારો અને રોડ પર બાઈક (ટુ વ્હિલર) ચલાવતી વખતે Helmet મરજિયાત કરાયો છે.


* કેબિનેટ બેઠકમાં નિર્ણય, શહેરી વિસ્તારોમાં Helmet મરજિયાત

* સ્ટેટ અને નેશનલ હાઈવે તથા એપ્રોચ રોડ પર Helmet ફરજિયાત

Government : ભારત સરકાર નો મોટો નિર્ણય Adhaar Card માં હવે સુધારો થશે નહીં !

કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યના પરિવહન મંત્રીએ મીડિયા સાથે વાતચીત વખતે જણાવ્યું કે આજથી રાજ્યના નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારની હદ અને રોડ પર બાઈક ચાલકે Helmet પહેરવો ફરજિયાત નહીં રહે અને પોલીસ આ સંદર્ભે કોઈ પણ પ્રકારોન દંડ નહીં કરે. આ સાથે આ બંને વિસ્તારો સિવાયના તમામ હાઈવે અને ગામડાઓના એપ્રોચ રોડ પર Helmet પહેરવો ફરજિયાત છે.

શું કહ્યું પરિવહન મંત્રી એ

પરિવહન મંત્રી ફળદુએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે રાજ્ય સરકારને ફરજિયાત Helmet કાયદા વિશે અનેક રજુઆતો આવી હતી. આ રજુઆતો અને Helmet ફરજિયાત પહેરવાના નિર્ણયથી પડતી સામાજિક અગવડતાંઓને ધ્યાને રાખી કેબિનેટ બેઠકે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

Tech : હવે Robot લઈને આવશે કરીયાણા નો સામાન ! ભાવ જાણીને ચોંકી જશો
 
https://www.reporter17.com/2019/12/gujarat-government-no-need-to-helmet-in-city-area-in-hindi.html