હૈદરાબાદ બળાત્કાર કેસમાં 4 આરોપીની ધરપકડ ! યોજના બનાવીને રેપ કર્યો? - જાણો પુરી માહિતી

હૈદરાબાદની મહિલા ડૉક્ટરને ન્યાય અપાવવા માટે એક અભિયાન શરૂ થઇ ગયુ છે. તેમની માટે ટ્વિટર પર #RIPPriyankaReddy ટ્રેન્ડ કરી રહ્યું છે. મહિલા ડૉક્ટરની સળગેલી લાશ હૈદરાબાદના બહારના વિસ્તાર શાદનગરના અંડરપાસ પાસે મળી હતી. પોલીસે રેપ બાદ હત્યાની આશંકા વ્યક્ત કરી છે.રંગારેડ્ડી વિસ્તારમાં સ્થાનિક નાગરીકોએ ડૉક્ટર પ્રિયંકાને ન્યાય અપાવવા માટે કેન્ડલ માર્ચ કાઢવાની જાહેરાત કરી છે. મહત્વપૂર્ણ છે કે હત્યા પહેલા પ્રિયંકાએ પોતાની બહેન સાથે ફોન પર વાત કરી હતી અને કહ્યું હતું કે મને ડર લાગી રહ્યો છે. તે બાદ પ્રિયંકાનો ફોન સ્વીચ ઓફ થઇ ગયો અને તેની સળગેલી લાશ મળી હતી.જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ તપાસ કરી 4 આરોપીની ધરપકડ કરી લીધી છે.


યુવકે મિકેનિક સુધી પહોચાડી સ્કૂટી

મિકેનિક શમસેર આલમ અનુસાર એક યુવક ડૉક્ટર પ્રિયંકાની સ્કૂટી લઇને બુધવારની રાત્રે 9.30 વાગ્યે તેને ત્યા આવ્યો હતો. તે સ્કૂટી મુકી ગયો હતો. પોલીસે હત્યાનો કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે.

પોલીસે 4 લોકોની કરી ધરપકડ

પોલીસ અનુસાર, રાતના સમયે નો એન્ટ્રી હોવાને કારણે તોંડુપલ્લી ટોલપ્લાજા પાસે ટ્રક અને લારી ઉભી રહે છે. બુધવાર રાત્રે ચાર ટ્રક ડ્રાઇવર અને ક્લીનર ટોલ પ્લાજા પાસે દારૂ પી રહ્યાં હતા. આ દરમિયાન તેમની નજર સ્કૂટી પંક્ચર થતા ઉભેલી ડૉક્ટર પર પડી હતી. આ લોકો પંક્ચર બનાવવાના બહાને તેને પોતાની સાથે લઇ ગયા હતા. તે બુધવાર રાત્રે 9.30 વાગ્યાથી ગુરૂવાર બપોરે 4 વાગ્યા સુધી ડૉક્ટર પર દુષ્કર્મ કરતા રહ્યાં હતા. તે બાદ ડૉક્ટરની હત્યા કરી નાખી હતી. તે લાશને આશરે 30 કિમી એક પુલ નીચે લઇ ગયા હતા, પછી શબને ચાદરમાં લપેટી અને તેની પર કેરોસીન છાંટી આગ લગાવી દીધી હતી. તે બાદ બે આરોપી બાઇક પર અને અન્ય લારી પર પરત ફર્યા હતા. આ મામલે નારાયણપેટનો મોહમ્મદ પાશા મુખ્ય આરોપી છે.

ખેડૂતો મૃતદેહ જોયો

વેટરનરી ડૉક્ટર હૈદરાબાદ-બેંગલુરૂ હાઇવે પર સ્થિત જે ટોલ પ્લાજા પર અંતિમ વખત જોવા મળી હતી, ત્યાથી આશરે 30 કિમી દૂર એક ખેડૂતે સવારે તેનો શબ જોયો હતો, તેને પોલીસે સૂચના આપી હતી. પોલીસે ગુમ થવાના રિપોર્ટના આધાર પર ડૉક્ટર પરિવારના લોકોને ઘટનાસ્થળે બોલાવ્યા હતા. અડધી સળગેલા સ્કાર્ફ અને ગોલ્ડ પેંડેંટથી ડૉક્ટરના શબની ઓળખ થઇ હતી. પોલીસને આસપાસથી દારૂની કેટલીક બોટલ પણ મળી હતી.

શું હતી ઘટના?

પશુ ચિકિત્સક પ્રિયંકા રેડ્ડી બુધવારે કોલ્લુરૂ સ્થિત પશુ ચિકિત્સાલય ગઇ હતી, તેણે પોતાની સ્કૂટીને શાદનગરના ટોલ પ્લાજા પાસે પાર્ક કરી હતી. રાત્રે જ્યારે તે પરત ફરી રહી હતી ત્યારે તેની સ્કૂટી પંક્ચર થઇ ગઇ. તે બાદ પ્રિયંકાએ પોતાની બહેનને ફોન કર્યો અને તેની જાણકારી આપી હતી. પ્રિયંકાએ બહેનને કહ્યું કે, મને ડર લાગી રહ્યો છે. જેની પર બહેને પ્રિયંકાના ટોલ પ્લાજા પર જવા અને કેબથી આવવાની સલાહ આપી હતી.

પ્રિયંકા રેડ્ડીએ કહ્યું કે કેટલાક લોકો મદદ આગળ આવ્યા છે અને થોડી વાર પછી કોલ કરૂ છું. તે બાદ પ્રિયંકાનો મોબાઇલ સ્વીચ ઓફ થઇ ગયો હતો. પરિવારજનોએ શાદનગર ટોલ પ્લાજા પાસે પ્રિયંકાની શોધખોળ શરૂ કરી હતી પરંતુ તે મળી નહતી. સવારે શાદનગરના અંડરપાસ પાસે તેની સળગેલી હાલતમાં લાશ મળી હતી.
https://www.reporter17.com/2019/11/hyderabad-rape-murder-veteran-doctor-case.html

Post a Comment

0 Comments